Abtak Media Google News

કાગળ ઉપર મજૂર બતાવી કરવામાં આવતી ખાયકી ઉપર અંકુશ લાગશે

કેન્દ્ર સરકાર દ્વારા દરેક સરકારી યોજનામાં આધારકાર્ડ ફરજીયાત કરવાની કામગીરી શ‚ કરી છે. સરકારી યોજનાનો સીધો લાભ લોકોને મળે અને વચ્ચે થતી ખાયકી અટકે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. ત્યારે હવે નેશનલ ‚રલ એમ્પલોઈમેન્ટ ગેરંટી સ્કીમ નરેગામાં પણ આધારકાર્ડ ફરજીયાત કરવાનું માળખુ ગોઠવવામાં આવ્યું છે. જેનાથી સરકાર દ્વારા નરેગા યોજના માટે આપવામાં આવતા ફંડમાં થતા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવશે.નરેગામાં છેલ્લા લાંબા સમયથી નકલી મજૂરો કાગળ ઉપર દર્શાવીને ફંડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો. જો કે હવે આધારકાર્ડ ફરજીયાત કરી દેવામાં આવતા નરેગાના કામો વધુ પારદર્શક બનશે અને સરકારી ફંડનો સીધો લાભ રોજગારી મેળવતા લોકોને મળી શકશે. વધુમાં ભ્રષ્ટાચારના કારણે સરકારને થતુ નુકસાન પણ અટકશે. આ કામગીરી માટે ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા તમામ બેંકોને સાથે રાખીને કામગીરી શ‚ કરવામાં આવી છે. જેના દ્વારા હવે નરેગા સાથે જોડાયેલા દરેક લોકોને આધારકાર્ડની નોંધણી કરવામાં આવશે.અત્યાર સુધીમાં નરેગા સાથે જોડાયેલા ૧૦.૭ કરોડ સક્રિય કામદારોના આધારકાર્ડને જોડવાની કામગીરી પૂર્ણ થઈ છે. જો કે હજુ આ દિશામાં ઘણી કામગીરી કરવાની બાકી હોવાથી મંત્રાલય દ્વારા લાગતા-વળગતા તમામ વિભાગોને સુચનો આપી દેવામાં આવ્યા છે. એક વખત કામગીરી પૂર્ણ થયા બાદ નરેગામાં રહેલા બોગસ કાર્ડ આપોઆપ રદ્દ થઈ જશે અને ભવિષ્યમાં કાગળો ઉપર મજૂર બતાવીને આચરવામાં આવતો ભ્રષ્ટાચાર પણ અટકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.