આવી રહ્યા છે નવલા નોરતા… જાણી લો ઘટ્ટ સ્થાપન અને ગરબા સ્થાપનાનું મુહુર્ત-વિધિ

આસો સુદ એકમને ગુરુવાર તા. 7-10 થી નવરાત્રીનો પ્રારંભ થશે.

આસો સુદ નોમને ગુરુવાર તા. 14-10 ના દિવે નવરાત્રી પુર્ણ થશે. દશેરા આસો સુદ દશમને શુકવ્રારે તા. 15-10 ના દિવસે છે.

ઘટ્ટ સ્થાપના ગરબાની સ્થાપનાનું મુહુર્ત તથા અંકુરારોપણ (જવારા) વાવવાનું મુહુર્ત

આસો સુદ એકમને ગુરુવાર તા. 7-10 ચોઘડીયા પ્રમાણે શુભ મુહુર્ત સવારે શુભ 6.41 થી 8.10 અભિજિત મુહુર્ત બપોરે 12.11 થી 12.58 સાંજે શુભ 5.00 થી 6.29 સાંજે અમૃત 6.29 થી 8.00 ચલ 8.00 થી 9.31

પ્રદોશકાળ પ્રમાણે રાત્રે 6.29 થી 8.55

હવનાષ્ટમી બુધવારે તા. 13-10-21ના દિવસે છે.

તથા આ વર્ષે નવરાત્રીમાં આસો સુદ ત્રીજ અને ચોથ તિથિ ભેગી છે. ચોથ તિથિનો ક્ષય હોમાનવનોરતાના બદલે આઠ નોરતા આ વર્ષે છે. એક નોરતું ઘટે છે.

નવરાત્રી મા નવ દિવસ સુધી નવદુર્ગા માતાજીની પુજા કુળદેવીની પુજા કરવામાં આવે છે તથા મંત્ર જપ પણ કરવા શુભ છે.

નવરાત્રી દરમ્યાન કુળદેવી ની પુજા તથા માતાજી નવદુર્ગાની પુજા ઉપાસના કરવી ઉત્તમ છે.

કુળદેવના મંત્ર જપ કરવા

નવાર્ણ મંત્ર ૐ ઐં રીમ કલી ચામુણ્ડાયે વિચ્ચે નમ:

આ મંત્રના નવરાત્રી દરમ્યાન જપ કરવાથી જીવનની બધી જ બાધાઅ માંથી છુટકારો મળે છે.

શાસ્ત્રી: રાજદીપભાઇ જોશી