Abtak Media Google News

૨૮ જિ.પં., ૬ મહાપાલિકા અને ૫૧ નગરપાલિકાઓમાં ડીડીઓ, મ્યુનિ. કમિશનર અને ચીફ ઓફિસરોની ‘વહિવટદાર’ તરીકે નિમણુંક: ત્રણ મહિના સુધી કોઈ નીતિ વિષયક નિર્ણયો નહીં લઈ શકાય

રાજ્યની ૬ મહાપાલિકા, ૨૮ જિલ્લા પંચાયતો અને ૫૧ નગરપાલિકાઓની ટર્મ પૂર્ણ થતાં સાશન લંબાવવાને બદલે સરકાર દ્વારા વહીવટદાર નિમી દેવામાં આવ્યા છે. જેથી હવે પદાધિકારીઓ નવરા થઈ જશે અને જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુ.કમિશનરો અને ચીફ ઓફિસરો સ્થાનિક સંસ્થાઓની ધૂરા સંભાળશે.

જો કે તેઓ અંદાજે ૩ મહિના સુધી કોઈ નીતિ વિષીયક નિર્ણયો લઈ શકશે નહિ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જે ૨૮ જિલ્લા પંચાયતો, ૬ મહાનગરપાલિકાઓ અને ૫૧ નગરપાલિકાઓની મુદત પૂર્ણ થાય છે ત્યાં આગામી સામાન્ય ચૂંટણીઓ ન યોજાય ત્યાં સુધી જે તે મહાપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરોને, જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીઓને તથા નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરોને વહીવટી વડા તરીકે નિમિને તેઓને રોજબરોજની કામગીરી વહન કરવા માટેના આદેશો કર્યા છે. જો કે આ સમય દરમ્યાન તેઓ કોઈ નીતિવિષયક નિર્ણયો લઈ શકશે નહિ.

અમદાવાદ ,વડોદરા,સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનરો ધૂરા સંભાળશે. જ્યારે અમદાવાદ જિલ્લાની ધોળકા અને વિરમગામ નગરપાલિકા, ખેડા જિલ્લાની નડિયાદ અને કપડવંજ નગરપાલિકા, સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા અને લીંબડી નગરપાલિકા, બોટાદ જિલ્લાની બોટાદ નગરપાલિકા, પાટણ જિલ્લાની પાટણ અને સિદ્ધપુર નગરપાલિકા, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર અને ડીસા નગરપાલિકા, મહેસાણા જિલ્લાની મહેસાણા, કડી, ઊંઝા અને વિસનગર નગરપાલિકા, સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા, અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકા,ગાંધીનગર જિલ્લાની કલોલ અને દહેગામ નગરપાલિકા, પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા, દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકા, વડોદરા જિલ્લાની ડભોઇ અને પાદરા નગરપાલિકા, આણંદ જિલ્લાની આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ અને ઉમરેઠ નગરપાલિકા, તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા, નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકા, ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકા, સુરત જિલ્લાની બારડોલી અને કડોદરા નગરપાલિકા, કચ્છ જિલ્લાની ગાંધીધામ, ભૂજ, અંજાર અને માંડવી (ક) નગરપાલિકા, દેવભૂમિદ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકા, મોરબી જિલ્લાની મોરબી અને વાંકાનેર નગરપાલિકા, રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકા, અમરેલી જિલ્લાની અમરેલી, સાવરકુંડલા અને બગસરા નગરપાલિકા, ગીરસોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ, ઉના નગરપાલિકા, જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા તથા ભાવનગર જિલ્લાની મહુવા અને પાલિતાણા નગરપાલિકામાં ચીફ ઓફિસરો ધૂરા સંભાળશે. જિલ્લા પંચાયતોના જિલ્લા વિકાસ અધિકારી સાશન સંભાળશે. જો કે આ તમામ અધિકારીઓ કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકશે નહીં. માત્ર કામ ચલાઉ સાશન જ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.