નવરંગ નેચર ક્લબ રાજકોટ વૃક્ષ છેદન બાબતે કોર્ટના શરણે જશે

રાજકોટ જિલ્લા પુસ્તકાલય (માલવીયા ચોક પાસે) ખાતે ૧૩ વૃક્ષો નું ગેર કાયદેસર છેદન થયેલ તેના થી વ્યથિત થઈ  તારીખ ૧૯/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ થી ૧૨ કપાય ગયેલા વૃક્ષો નું બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં ૧૨૫ લોકો હાજર રહેલા હતા.બેસણા બાદ બધા જ લોકો એ ડિવિજન પોલીસ સ્ટેશને ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલ બાદ રાજકોટ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને મળી ગુનેગારોને યોગ્ય સજા કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

વૃક્ષોને ભગવાન તરીકે પુજવામાં આવે છે. , પણ આજ ભગવાન કપાતા હોય ત્યારે અને કપાય ગયા બાદ પણ આપણું લોહી ઉકળી ઊઠતું નથી, લોકો માત્ર પોતાના સ્વાર્થ માં જ રચ્યા પચ્યા જ રહે છે અને અન્ય જીવો પ્રત્યે વેદના અને સંવેદના નાસ પામતી જાય છે.

વન વિભાગની વૈજ્ઞાનિક ગણતરી મુજબ ૨૦ વર્ષના વૃક્ષની કિંમત ૪૦ લાખ રૂપિયા થાય છે, તેથી રાજકોટ શહેરમાં આવેલ જૂના વૃક્ષો ખૂબ જ કિંમતી છે, તેને સાચવવા તે સત્તાધીશોની ફરજ છે, સત્તાધીશો જૂના વૃક્ષો સાચવવા બાબતે જાગૃત નથી, નવા વૃક્ષો વાવવાની મોટા ઉપાડે જાહેરાતો થાય છે.

આ બધી બાબતથી વ્યથિત થઈ વી.ડી.બાલા, પ્રમુખ, નવરંગ નેચર ક્લબ કોર્ટના સરણે જવા તૈયાર છે.  એટલે કે પોતે  ફરિયાદી થવા તૈયાર છે.  હવે માત્ર આ લીલા વૃક્ષો કાપનારને સખત સજા થાય અને કોર્પોરેશન વિસ્તારના હયાત વૃક્ષોને યોગ્ય રક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે.