Abtak Media Google News

વીરાણી હાઇસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડ, નવરાત્રી મહોત્સવ યોજાશે: મુંબઇનું સુપ્રસિધ્ધ ઓરકેસ્ટ્રા સાથે લાખેણા ઇનામોની વણઝાર: નરેન્દ્રભાઇ સોલંકી

શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ નવરાત્રી મહોત્સવ:ર0રરનું આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રી મહોત્સવ 7 ઓક્ટોબરે સાંજે 6.30 કલાકથી વિરાણી હાઇસ્કૂલ, ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

આ નવરાત્રી મહોત્સવ વિશાળ અને આકર્ષક ગ્રાઉન્ડની સાથોસાથ મુંબઇનું ખ્યાતનામ સીંગરો સાથેનું વિશાળ ઓરકેસ્ટ્રા તેમજ અર્ધતન સાઉન્ડ સીસ્ટમ, આકર્ષક લાઇટીંગ, વિશાળ સ્ટેજ, ચુસ્ત સીક્યુરીટી, નિષ્પક્ષ નિર્ણાયકો દ્વારા પ્રિન્સ-પ્રિન્સરોની પસંદગી કરવામાં આવશે. આ નવરાત્રી મહોત્સવ ફક્ત કડિયા જ્ઞાતિના લોકો માટેનો જ છે. જેમાં ફક્ત અને ફક્ત કડિયા જ્ઞાતિના ભાઇઓ, બહેનો, વડીલો, યુવાઓને જ પ્રવેશ આપવામાં આવશે અને તમામ ખેલૈયાઓએ ટ્રેડીશનલ ડ્રેસ પહેરવો ફરજીયાત રહેશે. ટ્રેડીશનલ ડ્રેસ વગર કોઇપણ ખેલૈયા ભાઇઓ-બહેનોને રમવા માટેના ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહિં. નવરાત્રી મહોત્સવ શરૂઆત સાંજે 6.30 કલાકે થશે.

આ મહોત્સવ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટના નેજા હેઠળ શ્રી શ્યામ વાડી ટ્રસ્ટ- રાજકોટ, વિદ્યાર્થી મંડળ સમિતિ રાજકોટ, વિદ્યાર્થી બોર્ડીંગ સમિતિ-રાજકોટ, રમત-ગમત અને સાંસ્કૃતિક સમિતિ તેમજ જ્ઞાતિમાં ચાલતા દરેક મંડળો અને સમિતિઓ દ્વારા કડીયા સમાજના દીકરા-દીકરીઓ, માતા, બહેનો માટે સંપૂર્ણ પારિવારીક માહોલમાં અને માત્ર કડીયા સમાજના લોકો માટે સંપૂર્ણ સુરક્ષિત નોમીનલ ચાર્જમાં ભવ્યાતિભવ્ય દિવ્યતિદિવ્ય રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિના કોઇપણ મંડળને જોડાવા માટેની સંપૂર્ણ છુટ છે.

ટૂંક સમયમાં પાસ વિતરણ માટે સ્થળ સમય અને તારીખ જાહેર કરવામાં આવશે. જેની સર્વે કડીયા જ્ઞાતિજનોએ નોંધ લેવા પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીની અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.