સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાશે

પ્રાચીન ગઢવી ગરબી મંડળ દ્વારા પ્રેકટીસનો પ્રારંભ

ચારણ ગઢવી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયેલ છે. ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે  આવેલા પ્રમુખ પ્રકાશભાકવલ, ઉપપ્રમુખ મહિપતભા ગઢવી, મંત્રી પ્રવિણભા વડગામા વિગેરેએ યોજાનાર  કાર્યક્રમોની વિશેષ વિગતો આપી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ખોડીયારનગર , ગોંડલ રોડ ખાતે આઈ ખોડીયાર ગરબી મંડળ દ્વારા ગઢવી સમાજ આયોજીત નવરાત્રી મહોત્સવનો છેલ્લા 32 વર્ષથી આયોજન થાય છે. જેમા આશરે 45 થી વધુ બાળાઓ પ્રાચીન ગરબા દ્વારા જગદંબાની આરાધના કરાવે છે.

મહત્મ ગઢવી સમાજ દ્વારા દર વર્ષે દિકરીઓને જરૂરી લ્હાણીઓ 45 થી વધુ જરૂરી વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે . રાજકોટમાંથી સમાજના દાતાઓ ગઢવી બંધુઓ તેમજ મીત્ર વર્તુળના મહાનુભાવો રોજે રોજ મુલાકાત લે છે તો આ કાર્યમાં ગરબી મંડળની મુલાકાત લેવા જરૂર પધારવા પ્રમુખ પ્રકાશભાઈ કવલ દ્વારા જણાવવામાં આવે છે . મંડળના હોદેદારો  મહીપતભા ગઢવી ઉપપ્રમુખ , પ્રવિણભા ગઢવી મંત્રી , ભરતભા નાગૈયા સહમંત્રી  , હમીરભા ગઢડા સંગઠન મંત્રી  , સર્વ કનુભા સાબા , કૈસભા મધુડા , શાંતીભા રતન , કરશનભા બદશી , રવીરાજ નાગૈયા , રવીભા ગોલ , ભકાભા બળદા , અજીતભા કવલ , રણજીતભા બદદા , દીલુભા રાબા , શૈલેષભા સાબા , ચેતનભા ભાંસળીયા , દેવસુરભા સાબા , પ્રવિણભા મધુડા , દેવરાજભા બાવડા , સંજયભા બાવડા , દેવરાજભા બળદા , હરેશભા વડગામા , ભાવેશભા કૂનડા , ભાવેશ ઉમેદભા કૂનડા , લાભુભા બાવડા , લાલાભા વડગામા , લાલાભા ઠાકરીયા તથા મનોજભા કૂનડા વગેરે 70 થી 75 યુવાનો જહેમત ઉઠાવી રહયા છે.