Abtak Media Google News

હાલમાં બજારમાં ડાર્ક કોમ્પ્લેક્ષ કલર્સની સાડીઓ ટ્રેન્ડમાં છે. આ રંગ કમાલના હોય છે અને દરેક સ્કીન ટોન પર ખુબ જ સજે છે. ખાસ કરીને શ્યામ રંગ ધરાવતી યુવતીઓ પર. તો આ નવરાત્રી તમે પણ હવન તથા પૂજા માટે ડાર્ક કલરની સાડી પહેરી છવાઈ જાવ.

બ્રાઉન કલર સાડી :

Sb46 5933 73698
તમને સાંભળીને થોડું અજીબ લાગશે. પણ એક વખત આ કલર પણ ટ્રાય કરી જુઓ.  આ કલર શ્યામ કોમ્પ્લેક્સ ધરાવતી યુવતી પર ખુબ જ સુંદર લાગે છે.

સફેદ કલર  સાડી :

White Net Designer Saree 4504
આમ તો સફેદ કલર સાડીઓ માટે હોટ માનવામાં આવે છે. પરંતુ તમે જો અત્યાર સુધી આ કલર ક્યારેય ટ્રાય નથી કર્યો, તો ફાઈનલી હવે ટાઈમ આવી ગયો છે. આ હવન પૂજામાં પહેરીને બધાથી અલગ દેખાઈ શકો છો.

 

ડાર્ક પિંક કલર સાડી :

Vs 2336
કોટન ફેબ્રિક અને તેમાં પણ ગુલાબી કલર આ કોમ્બિનેશનને બહુ જ સારું લાગે છે. આ સાડી પહેરવામાં અનુકૂળ અને દેખાવમાં એકદમ સાદગીભરી લાગે છે.

રેડ કલર સાડી :

Redpapersilk 1

રેડ સાડી કોઈપણ સ્કિન ટોન પર ખુબજ સરસ લાગે છે. રેડ સાડી હંમેશાથી પૂજા વખતે વધુ પસંદ કરવામાં આવે છે. તો આ પૂજામાં તમે પણ રેડ કલર ફરી વાર ટ્રાય કરી શકો છો.

બ્લુ કલર સાડી :

B2Cfd98F851813E5877B30Ae82A3E9F4
આજકાલ આવી સાડીઓ ચલણમાં છે. ડાર્ક કોમ્પ્લેક્સનાં લોકો પર પણ આ સાડી ખુબ જ સારી લાગે છે. આ કલરની સાડી બધા લોકોનું ધ્યાન ખેંચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.