શક્તિ સાથ ભક્તિનો સમન્વય એટલે નવરાત્રી

અબતક-રાજકોટ

નવરાત્રીના તહેવારોની શુભકામના પાઠવતા સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદિપભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી, રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ જણાવ્યું છે કે, નવરાત્રિના દિવસો એટલે શકિતની ઉપાસના કરવાના દિવસો. આસો સુદ એકમથી નોમ સુધીના નવ દિવસો.નવરાત્રિના આસો મહિનામાં આવતા આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. બ્રહ્માં પાસેથી તેણે વરદાન મેળવ્યું કે હું કોઈજ મનુષ્યથી ન મરૂ. એ પછી તેણે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. દેવો અને મનખો ત્રાહિમામ પોકારી ઊઠયા. દેવોએ અંતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી. ત્રણે દેવોએ એક દૈવી શકિત નું-દેવીનું નિર્માણ કર્યું. શિવજીએ તે જગદંબા દેવીને-દુર્ગાને ત્રિશુળ, વિષ્ણુએ ચક્ર અને ઈન્દ્રએ જ અર્પણ કર્યુ અન્ય દેવોએ પોત પોતાનાં દિવ્ય શસ્ત્રોથી દેવીને મંડિત કરી

અને અસુર ઉપર વિજય પ્રાપ્ત કરવા પ્રાથના કરી અને દેવીએ અઢાર ભુજાઓ ધારણ કરી નવે-નવ દિવસ સુધી અનેક અસ્ત્ર-શસ્ત્રથી મહિષાસુર સાથે યુદ્ધ કરી તેને હણ્યો. અંતે એ દુર્ગાનો વિજય થયો. આસુરી વૃત્તિને ડામીને દેવી શકિતની પુન: સ્થાપના કરી.આ નવલા દિવસોમાં મા પાસે સામર્થ્ય માગવાનું તેમજ આસુરી વૃત્તિ પર વિજય મેળવવાનો. વાસ્તવિક અર્થમાં મહિષાસુર દરેકના હદયમાં પોતાનું સ્થાન જમાવીને બેઠો છે. મહિ! એટલે પાડો. આપણી વૃત્તિ મહિમ્ જેવીજ લગામરહિત અને સંયમહીન છે. આ મહિષાસુરની માયા ઓળખવા, તેની આસુરી ભીંસમાંથી મુકત થવા દૈવી શકિતની આરાધનાની જરૂર છે. મહિષાસુરને, મહિવૃત્તિને કેવળ શકિતથી જ જીતી શકાય! દેવી જગદંબાની પૂજા કરી તેની પાસેથી શકિત મેળવવાના દિવસો તે જ નવરાત્રિના દહાડા! આ દૈવી શકિતને જગદંબા, દુગ, અંબા, અંબિકા કે ભવાની તરીકે પણ ઓળખવામાં આવી છે. માતાજીના ભકતો નવ દિવસ માતાજીનું અનુષ્ઠાન કરે છે અને નવ દિવસના ઉપવાસ કરે છે, શકિતની આરાધના કરે છે. ઉપવાસ પાછળ સ્વાથ્યનું એક કારણ પણ કામ કરે છે. ભાદરવા મહિનાથી શરદઋતુનો આરંભ થાય છે. ચોમાસું હોવાથી કાદવ, કીચડ, મચ્છર, જીવજંતુ વગેરેના ઉપદ્રવથો આ સમયગાળામાં રોગચાળો ફેલાય છે. નવરાત્રિના ઉપવાસ કરવાથી, માત્ર ફળાહાર કરવાથી શરીર શુદ્ધિ થાય છે.

શકિત સાથ ભકિતનો સમન્વય એટલે વિજયાદશમી દશેરાનો ઉત્સવ એ વિજય પ્રસ્થાનનો ઉત્સવ છે. પ્રભુ રામચંદ્રના સમયથી જ આ દિવસ વિજયે પ્રસ્થાનનું પ્રતીક બન્યો છે. ભગવાન શ્રી રામ અને રાવણનું યુદ્ધ છેડાયું તેમાં આ દિવસે રામે રાવણનો વધ કર્યો અને ઉત્સવ  સર્જાયો. ત્યારપછીતો આ હર્ષોત્સવ આજ સુધી ઉજવાઈ રહયો છે. દશેરાને દિવસે રાવણના મોટાં પૂતળાં બનાવવામાં આવે છે અને લોકો તેનું દહન કરે છે એટલે કે તેને બાળે છે. આ રાવણ દહને જોઈને આપણે ખુશ થઈ એ છીએ પણ દરેકમાં થોડાં વધતાં અંશે રાવણ વસી રહયો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, હિંસા, ચોરી, વ્યાભિચાર વગેરે રૂપે આપણામાં રાવણ રહેલો છે. પણ હા, રાવણ સાથ આપણા આત્મારામમાં રામ પાણ વસે જ છે! તે રામવૃત્તિ જાગૃત કરી અવગુણ રૂપી રાવણનો વધ કરવાનો છે, રાવણ ઈન્દ્રિયોનો ગુલામ હતો તેથી માર્યો ગયો, આપણે પામ વૃત્તિઓના ગુલામ ન બનીએ તેનો સંકલ્પ વિજયાદશમીએ કરવી રહયો! વિજયાદશમીએ લોકો ઘરે મિઠાઈ લાવે છે અને આનંદથો વિજયા દશમી ઉજવે છે.

પ્રાસંગીક-પ્રદિપ ખીમાણી