કચ્છમાં રાજવી પરિવાર દ્વારા માઁ આશાપુરા મંદિરે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે

ભીતરમાં ભિનાશ, મનમાં મીઠાશ, હૈયામાં હામ, હોઠે છે માઁ આશાપુરાનું નામ

ભકિત અને શકિતનો અનુપમ સંગમ એટલે નવરાત્રી પર્વ ભારતીય સંસ્કૃતિની ઇમારત ધર્મ, જ્ઞાન અને ભકિતના પાયા ઉપર જોડાયેલી છે. આ પર્વમાં દેશ દેવ માંઁ આશાપુરા કચછ ખાતે આશો નવરાત્રીનો તા. 25-9 થસ ઘટ સ્થાપના સાથે પ્રારંભ થશે.

તા. 2-10 રવિવાર આશો સુદ 7 ભવ્ય હોમાદિક ક્રિયા પ્રારંભ થશે. અઘ્યક્ષ સ્થાને રાજા યોગેન્દ્રસિંહજી રાત્રીના 12.30 કલાકે હવનમાં બિડુ હોમાશે અને સોમવારે સવારે નામદાર મહારાણી સાહેબા પ્રીતીદેવી દ્વારા માઁ આશાપુરાને સવારે જાતર (પત્રી)  ચડાવાશે. આ ભવ્ય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક અને અનોખું છે. કચ્છની ધન્યધરામાં માતાના ગઢ બિરાજતા દેશદેવી માઁ આશાપુરાનું ભવ્ય મંદિર છે.

તા.19મી સદીનું ભવ્ય તિર્થધામ છે જવા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. જયા આસો નવરાત્રી તા. રપ-9 રવિવાર ભારદ વદ અમાસ રાત્રે 9 કલાકે ઘટસ્થાપન થશે. આસો સુદ-1 તા. ર6ને સોમવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા.ર ને આસો સુદ-7  રવિવાર રાત્રે 9.30 કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અઘ્યક્ષ સ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજા વિધી શરુ થશે. હવન વિધિ ગોર મહારાજ, મુળશંકર જોષી દ્વારા સમગ્ર પુજાવિધિ, શ્ર્લોક શ્રુતિ પાઠ થશે.

આ પર્વમાં રાજવી પરિવારના સભ્યો માઇભકતો આમંત્રિત મહેમાનો હાજર રહેશે. કચ્છ મહારાણી સાહેબા પ્રીતીદેવી માઁ આશાપુરા માતાજીને જાતર સવારે 8 કલાકે ચડાવાશે. આ સમયે મૉં આરાપુરા દ્વારા ફુલ સ્વરુપે રાજવી પરિવારને જાતર (પત્રી)નો પ્રસાદ આપે છે. આ રીતે કળયુગમાં પણ ચમત્કાર ગણાય છે. જેને પત્રી પ્રસાદ કહે છે માઁ આશાપુરા પાસે રાજવી પરિવાર વંદનપૂર્વક પ્રાર્થના કરે છે માઁ આશાપુરાના ભુવા ગજુભા ચૌહાણ સેવા આપે છે.

માઁ આશાપુરાના દર્શન કરવા નવલા નોરતામાં હૈયામાં હામ અને હોઠે છે માઁ આશાપુરાનું નામ જપ્તા અપાર શ્રઘ્ધા છે. વિશ્ર્વાસ સ્નેહ સાથે પગપાળા અથવા વાહન લઇ માઁ આશાપુરાના દર્શન કરવા સમગ્ર સૌરાષ્ટ-કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્રમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. સમગ્ર કચ્છ માઁ આશાપુરાના નાદથી ગુંજી ઉઠે છે. કચ્છ ભુમી મૈમાંવંતી છે. અહીં જગડુશાની દાતારી, ભિથા કકલની રાજભકિત, શ્યામકૃષ્ણ વર્માની દેશદાઝ, લાખો ફુલાણીની વિરતા, સંત મેકરણદાદાની માનવતા, જેસલની ભકિત, તોરલની શકિત આત્મસમર્પણ વાળી ધરા છે.

કચ્છી માડુ રણને ઝરણ બનાવે રજને રજત કચ્છનું ઝમીર ખુમારવંતી પ્રજા માઁ આશાપુરાના દર્શન કરવા પગપાળા આવતા ભાવિકોને વિના મૂલ્યે સેવા એ જ ધર્મના ઉદેશથી નાના મોટા કેમ્પો, સેવા કેન્દ્રો, નાતજાતના ભેદભાવ વગર ર4 કલાક નિસ્વાર્થ સેવા કચ્છી માડુ આપે છે. નવરાત્રી સમય દરમિયાન શ્રીફળ વધેરવાની મનાઇ છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે રહેવા, જમવાની વિના મૂલ્યે સગવડ પુરી પાડવામાં આવે છે. માઁ આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂણ થાય છે.