સાક્ષરતા અભિયાનના સથવારે નવસારી બન્યું ‘સ્મોક લેસ’ સિટી

navsari-becomes-smoke-less-city
navsari-becomes-smoke-less-city
  • નવનારી અભિયાન અંતર્ગત ૩૦ દિવસના કલાસમાં અક્ષર તથા નંબર જ્ઞાન મેળવનાર મહિલાને અપાય છે મફત ગેસ કનેકશન

  • નવસારી જીલ્લા કલેકટર રવિ અરોરાએ અંગત રસ લઇ ૩૭૨ ગામોમાં કરાવ્યો સાક્ષરતાનો સાક્ષાત્કાર: ૧ લાખ મહિલાઓને અક્ષરજ્ઞાન આપવાનો લક્ષ્યાંક

કોઇપણ સરકારી કચેરી કોઇ પ્રોજેકટને મહાઅભિયાન તરીકે ઉપાડે અને ખંતથી તેને સફળ બનાવવા માટે વળગી રહે તો કેવી આસમાની સફળતા મળે તેનું જીવંત ઉદાહરણ નવસારી જીલ્લાના યુવા કલેકટર રવિ અરોરાએ પુરૂ પાડયું છે. સરકારની નવનારી યોજનાને તેઓએ એક અભિયાન તરીકે ઉપાડી લીધી પરિણામે આજે ત્રણ જ માસના ટુંકાગાળામાં નવસારીની હજારો મહિલાઓ લખતા વાંચતા તો શીખી જ ગઇ છે સાથે સાથ નવસારી દેશનું પ્રથમ સ્મોક લેસ અથાત ઘુમાડા રહિત શહેર બની ગયું છે. આ અભિયાન અંતર્ગત જીલ્લાના ૩૫૯ ગામની ૧ લાખથી વધુ મહિલાઓને અક્ષર જ્ઞાન  આપવાનો ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે.

અબતક દૈનિક સાથેની ખાસ વાતચીત દરમિયાન નવસારી જીલ્લાના કલેકટર રવિ અરોરાએ જણાવ્યું હતું કે, અભણ નારીને અક્ષર જ્ઞાન આપવા માટે સરકાર દ્વારા નવનારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજયમાં નવસારી જીલ્લાની ગણતરી એક પછાત જીલ્લા તરીકે કરવામાં આવે છે આ વિસ્તારમાં એવી અનેક જ્ઞાતિઓ છે જે પોતાના બાળકોને કયારેય શાળાએ મોકલતા નથી કે નથી તેઓએ આધાર કાર્ડ કે રેશન કાર્ડ પણ કઢાવ્યાઆવા માહોલમાં નવનારી અભિયાનને સફળ બનાવવું અમારી સામે સૌથો મોટો પડકાર હતો ગત ફેબ્રુઆરી માસમાં આ પ્રોજેકટની રૂપરેખા તૈયાર કરવામાં આવી અને એપ્રીલ માસથી અમલવારી શરૂ કરી દેવામાં આવી જે અંતર્ગત પ્રથમ તબકકે જીલ્લાના એવા ગામોની પસંદગી કરવામાં આવી કે જયાં મહિલાઓમાં આક્ષરતાના પ્રમાણનો રેશીયો ૫૦ ટકાથી ઓછો છે અહીં મહિલાઓ એવા વિકલ્પ આપવામાં આવ્યા છે કે તેઓને ૩૦ દિવસ રોજ બે કલાક અક્ષર જ્ઞાન આપવામાં આવશે. જેમાં મહીલાઓ ઇચ્છે તે શિક્ષીકા અને ઇચ્છે તે સ્થળે જ્ઞાન રસ પીરસવામાં આવશે. બે કલાકના કલાસ માટે શિક્ષીકાઓને રૂ ૧૦૦ વેતન ચુકવવામાં આવે છે અને કલાસ‚મમાં આનંદ પ્રમોદનું વાતાવરણ રહે તે માટે દૈનિક ચા પાણી અને નાસ્તા માટે રૂ૨૦૦ આપવામાં આવે છે.

તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, સામાન્ય રીતે કોપણ ઘરમાં મહીલાઓ કરતા પુ‚ષોના વધારે બેંક ખાતાઓ હોય છે નવનારી અભિયાન અંતર્ગત ૩૦ થી વધુ બેંકો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. જે અક્ષર જ્ઞાન મેળવવા આવતી મહિલાઓને બેંકની કામગીરીથી વાકેફ કરે છે અને બેંક જ્ઞાન આપે છે. પરિણામે આજે કસ્તુરબા યોજના ગેસની સબસીડી સહીતની રકમો મહીલાઓના બેંક ખાતામાં જમા થાય છે.

મહીલાઓના આરોગ્યને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જીલ્લામાંથી ૪૬ ગાયનેક આ યોજનામાં જોડાય છે અને મહીનામાં એક દિવસ કલાસ‚મમાં જઇ મહીલાઓને આરોગ્યલક્ષી જ્ઞાન પીરસી છે. જે મહીલા ૩૦ દિવસમાં ૬૦ કલાકના કલાસ પૂર્ણ કરે તેને મફતમાં ગેસ કનેકશન આપવામાં આવે છે. ૨૦ ટકા બહેનોને પ્રધાનમંત્રી  ઉજજવણ યોજના હેઠળ અને બાકીની બહેનોને લોકફાળામાંથી ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. આ યોજનાની સફળતાનોએ બોલતો પુરાવો છે આજે નવસારી નગરપાલિકા દેશનું પ્રથમ સ્મોક લેસ સીટી બની ગયું છે. અને આ શહેરમાં મહીલાઓ ગેસ પર જ રસોય બનાવે છે આઇઓસી દ્વારા પણ તેની નોંધી લેવામાં આવે છે.

જીલ્લા કલેકટર રવિ અરોરાએ વધુમાં ઉમેયું હતું કે, નવસારી જીલ્લાના તમામ ૩૭૨ ગામોમાં ૧ લાખથી વધુ મહિલાઓને નવનારી યોજના અંતગત અક્ષરજ્ઞાન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ જીલ્લાના ૫૯ ગામોમાં ૧૯૨ કલાસ‚મ ચાલે છે જેમાં ૫૨૮૦ મહીલાઓ અક્ષર જ્ઞાન મેળવી રહી છે એક કલાસ‚મ ચલાવવા માટે માસીક રૂ ૧૦ હજારનો ખર્ચ થાય છે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી પણ આ યોજનાની સફળતાથી ખુબ જ ખુશ છે. અને વારંવાર યોજના અંગે માહિતીઓ મંગાવે છે.

  • આજીવિકા રળવા ૧૧૦૦ મહિલાઓને અપાય શકાભાજીની કીટ

નવસારી જીલ્લા કલેકટર રવિ અરોરાએ જણાવ્યું હતું કે નવનારી અભિયાન અંતર્ગત મહિલાઓને અક્ષર જ્ઞાન આપવા માટે જે કલાસ‚ ચલાવવામાં આવે છે તે કલાસ રૂમની જયારે મે કબુલાત લીધી ત્યારે મહિલાઓએ એવું જણાવ્યું કે, અક્ષર જ્ઞાન સાથે આજીવિકા માટે પણ કશું કરવામાં આવે તો વધુ સારૂ મહિલાઓની આ વાત મને સ્પર્શી ગઇ ૨૬ દિવસ કલાસ રૂમમાં હાજ રહેનાર ૧૧૦૦ મહીલાઓને આજીવિકા રળવા માટે શાકભાજીની કીટ આપવામાં આવી છે. જેની મદદથી તેઓ ઘર આંગણી શાકભાજી ઉગાડી નાણા રળી શકે.

  • નવનારી અભિયાન એટલે અક્ષરજ્ઞાનઆજીવિકા અને આરોગ્યનો ત્રિવેણી સંગમ

નવસારી જીલ્લામાં ચાલી રહેલી નવનારી અભિયાન ખરા અર્થમાં અક્ષરજ્ઞાન આજીવિકા અને આરોગ્યનો ત્રિવેણી સંગમ બની ચુકી છે આ યોજના થકી મહિલાઓને અક્ષરજ્ઞાન તો આપવામાં આવે છે સાથે સાથ મહીલાઓ આજીવિકા પણ રળી શકે તે માટે ૩૦ દિવસમાંથી ૨૬ દિવસ કલાસરૂમમાં હાજર રહેનારને શાકભાજીની કીટ આપવામાં આવે છે જેના થકી મહીલાઓ પોતાના ઘર આંગણે શાકભાજીનું વાવેતર કરી નાણા રળી શકે આટલું જ નહી આરોગ્યની પણ સાર સંભાળ લેવામાં આવી રહી છે. જીલ્લાની ૪૬ ગાયનેક દ્વારા કલાસરૂમ એક દિવસ મુલાકાત લેવામાં આવે છે અને મહીલાઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે.

  • ૧૯૨ કલાસમાં ૫૨૮૦ મહિલાઓ મેળવી રહી છે અક્ષર જ્ઞાન

નવનારી અભિયાન અંતર્ગત હાલ જીલ્લાની મહિલાઓને અક્ષરજ્ઞાન આપવામાં આવી રહ્યું છે. જેમાં ૧૯૨ કલાસરૂમમાં ૫૨૮૦ મહિલાઓ અક્ષર જ્ઞાન હાંસલ કરી રહી છે. જીલ્લાના ૩૭૨ ગામોમાં ૧ લાખ નિરીક્ષક મહીલાને અક્ષર તથા નંબરનું જ્ઞાન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.