Abtak Media Google News

છત્તીસગઢના ગડચિરોલીમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ભામરાગઢ તહસીલના જંગલોમાં સ્થિત આબુજમાદ ટેકરી પર લગભગ 12 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. વાયુસેનાના હેલિકોપ્ટરથી કમાન્ડોની ટુકડી રવાના કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હથિયારબંધ નક્સલવાદીઓના મોટા ગ્રુપે સુરક્ષા દળો પર હુમલો કર્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર સરહદ પર નક્સલીઓ અને સી 60 કમાન્ડો વચ્ચે એક અથડામણ ચાલી રહી છે. માહિતી અનુસાર, મોટી સંખામાં સશસ્ત્ર નક્સલી કેડરો પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. 270 પોલીસકર્મીઓ સહિત નવ ટીમોને સ્થળ પર રવાના કરાઈ હતી. છત્તીસગઢ પોલીસ સુરક્ષા દળોને સહાય પણ પૂરી પાડે છે.

એરફોર્સ પાસેથી હવાઈ સપોર્ટ માંગવામાં આવ્યો હતો. ત્યાર બાદ એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા સૈનિકોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. એક જવાન ઘાયલ થયો છે, જેની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાર્ટી પહાડી પર છે જ્યારે નક્સલવાદીઓએ પર્વતીય ક્ષેત્રને ઘેરી લીધો છે. નક્સલવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.