Abtak Media Google News

ગ્રામ સમૃધ્ધી કાર્યક્રમમાં જળ સંચાલનના કામ માટે સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ એવોર્ડ

નયારા એનર્જીને ફિક્કી સીએસઆર સમિટની 20મી આવૃત્તિમાં ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એપ્રિસિએશન પ્લેક’ અને ગ્લોબલ સસ્ટેનિબિલિટી લીડરશીપ એવોર્ડ્સની 9મી આવૃત્તિમાં ‘સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો છે.

ફિક્કી દ્વારા આયોજિત સીએસઆર સમિટમાં આદિવાસી બાબતો અંગેનાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ નયારા એનર્જીને તેનાં ફ્લેગશિપ પ્રોજેક્ટ ‘તુષ્ટિ’ માટે પ્રશંસાની તક્તી અર્પણ કરી હતી. આ પ્રોજેક્ટ દેવભૂમિ દ્વારકામાં પોષણના માપદંડોમાં સુધારો કરવાની અને આ વિસ્તારને ‘કુપોષણથી મુક્ત’નો દરજ્જો અપાવવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ હેઠળનાં સર્વગ્રાહી અભિગમમાં વિવિધ પહેલ અને યોજનાઓને આવરી લેવામાં આવી છે,

2019માં લોંચ થયો ત્યારથી આ પ્રોજેક્ટે ઓછાં વજનવાળાં બાળકોમાં કુપોષણમાં 70 ટકા સુધીનો અને અત્યંત ઓછા વજન બાળકોમાં કુપોષણમાં 52 ટકા સુધીનો ઘટાડો કરવામાં મદદ કરી છે.ગ્લોબલ સસ્ટેનિબિલિટી લીડરશીપ એવોર્ડ્સની 9મી આવૃત્તિમાં પણ નયારા એનર્જીને તેનાં ગ્રામ સમૃધ્ધિ કાર્યક્રમ હેઠળ સાતત્યપૂર્ણ જળ સંચાલનમાં નોંધપાત્ર પ્રયત્નો બદલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં જામનગરનાં 15 ગામડાંમાં જળ સંસાધન સંચાલન, પૂરતી જળ પ્રાપ્તિ, સ્વચ્છતા, કૃષિ પ્રણાલિ અને સાતત્યપૂર્ણ જીવનશૈલીની વાસ્તવિક સ્થિતિ સુધારવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વધારાનો જળ સંગ્રહ કરીને 17.38 મિલિયન ક્યુબિક મીટર્સ ભૂગર્ભ જળ રિચાર્જ કરવા ઉપરાંત લાભાર્થીઓને રૂ.18 કરોડની આવક પણ પૂરી પાડવામાં આવી છે.નયારા એનર્જી લિમિટેડના સીઇઓ ડો. અલોઇસ વિરાગે જણાવ્યું હતું કે, અમને અત્યંત આનંદ છે કે આટલાં પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં અમારા સીએસઆર પ્રયત્નોની કદર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.