ડ્રગ્સ કેસઃ NCBએ દાખલ કરી 12 હજાર પેજની ચાર્જશીટ, જાણો કોને બનાવ્યા મુખ્ય આરોપી

સુશાંત સિહ રાજપુત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસ મામલે શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે ચાર્જશીટ દાખલ કરી હતી. રિપોર્ટ અનુસાર NCBએ કોર્ટમાં કુલ 12 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આ સાથે ચાર્જશીટમાં આરોપી તરીકે રિયાના નજીકના સાથીઓ અને કેટલાંક ડ્રગ વેચનારાઓ અને સપ્લાયર્સના નામ પણ નોંધાયા છે. ડ્રગ્સ મળવા,મળી આવેલા ઈલેક્ટ્રિનિક ઉપકરર્ણોના રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ અને ગવાહોએ બતાવેલા નામના આધારે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.ચાર્જશીટમાં 33 ઓરોપીઓના નામ છે. 5 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. તેમાંથી 200 સાક્ષીઓનાનિવેદનો નોંધવામાં આવ્યા છે. એનસીબી ત્રણ મહિના પછી પૂરક ચાર્જશીટ રજૂ કરી શકે છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ મુખ્ય ચાર્જશીટના ત્રણ મહિના બાદ NCB એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પણ રજૂ કરી શકે છે, જેમાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરના નામ શામેલ હોઈ શકે છે. તેમની સામે પણ NCBને ઘણા સબુતો મળ્યા હતા, જેની તપાસ હજી ચાલુ છે. આ ચાર્જશીટ 16/2020 કમ્પલેન્ટ કેસ મામલે દાખલ કરવામાં આવી છે.

ગયા વર્ષે 14 જૂને સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસ આત્મહત્યા સાથે જોડીને જ જોવામાં આવતો હતો. જોકે સુશાંતના પિતા કે.કે.સિંઘ દ્વારા પટણામાં કરવામાં આવેલી ફરિયાદ બાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

ત્યાર બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની આ કેસમાં એન્ટ્રી થઈ હતી. ઉપરાંત, રિયાની વોટ્સએપ ચેટમાં તપાસમાં ડ્રગ્સનું એંગલ બહાર આવ્યું હતું. ડ્રગ્સને લગતી ચેટ મળ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પ્રવેશ કર્યો અને બોલિવૂડમાં ચાલી રહેલા મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો. સુશાંત કેસના મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની સીબીઆઈ ઉપરાંત ઈડી અને એનસીબી દ્વારા લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી હતી.