Abtak Media Google News

કન્ટેનર આફ્રિકાના કેન્યા જવાનું  હતુ તેમા નશીલા પદાર્થનો જથ્થો હોવાની આશંકા

મેડીસિયનના નશીલા પદાર્થનો ભાગ હોવાની આશંકાને લઈ દિવસ ભર મોડી રાત સુધી સર્ચ ઓપરેશન શરૂ

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના દરિયા કાંઠે આવેલ પીપાવાવ પોર્ટની અંદર જેટી વિસ્તારમાં આજે અમદાવાદ નાર્કો ટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમના પોર્ટ ઉપર સવારથી ધામાં નાખ્યા છે અને મળતી માહિતી પ્રમાણે હરિયાણા નું 1 કન્ટેનર રોકાવ્યું છે જેમાં 900 ઉપરાંતના બોક્સ કોઈ મેડીસીયનનો જથો છે નશીલા પદાર્થ તેમાં હોવાની આશંકને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે એનસીબીનું પોર્ટ ઉપર સર્ચ શરૂ થતા આસપાસ આવેલ દરિયાઈ કોસ્ટલ બેલ્ટના ઉધોગ ગૃહોમાં ફફડાટ ફેલાયો છે

સવારથી મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ,સ્થાનિક પીપાવાવ કસ્ટમને પણ મદદ સાથે તપાસમા બોલાવાય છે જ્યારે એફએસએલની ટીમને પીપાવાવ પોર્ટ ઉપર બોલાવી સેમ્પલ લઈ અમદાવાદ લેબમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે જોકે અગાવ પીપાવાવ પોર્ટ ઉપર અનેક કન્ટેનરો ઉપર તપાસો થઈ ચૂકી છે. આ કન્ટેનર આફ્રિકાના કેન્યા જઈરહ્યું હોવાનું બહાર આવ્યું છે.

અગાવ થોડા સમય પહેલા પીપાવાવ વિસ્તારની કોન્ટ્રાસ લોજેસ્ટિક કંપની માં એટીએસ અને ડી.આર.આઈ.ના સંયુક્ત ઓપરેશન દરમ્યાન કન્ટેનરો યાર્ન ની અંદર   ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેના કારણે રાજ્યની એજન્સીઓના એલર્ટ જોવા મળી રહી છે

આમ આ વિસ્તારમાં પણ દાણચોરી દ્વારા ડ્રગ સ નું દૂસન ઘુસાડવા દેશ વિરોધી તત્ત્વો સક્રિય છે.ત્યારે આવનારા સમય માં સત્ય બહાર આવશે.

મુન્દ્રા પોર્ટ બાદ હવે ડ્રગ માફિયા ઓનો ડોળો પીપાવાવ પોર્ટ પર હોવાની લોકોમાં ચર્ચા જાગેલ છે ત્યારે વિવિધ વિભાગો આવા દુષણ સામે સતત જાગૃતિ દાખવવી ખૂબ જ જરૂરી થઈ ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.