Abtak Media Google News

એનડીઆરએફ અને હેલ્ ટીમ બોટમાં જઇ ફુડપેકેટ સાથેગ્રામજનોના આરોગ્યની ચકાસણી કરી

આકાશી આફત સતત ભારે વરસાદી ઉના વિસ્તારની લોકમાતા રાવલ નદીમાં ઘોડાપુર આવતા ખત્રીવાડા ગામ વિખુટુ પડ્યું ચારેબાજુ પાણીની વચ્ચે આ ગ્રામજનોને સહાયરૂપ થવા વહિવટીતંત્રએ સતત મામણ કરી એનડીઆરએફની ટીમને કામે લગાડાઇ. એનડીઆરએફની ટીમનાં જવાનો સો ગ્રામજનોનાં હેલ્થ ચકાસણી કરવા મેડીકલ ટીમને પણ ખત્રીવાડાનાં ગ્રામજનો માટે મોકલાઇ.

બે હજાર જેટલા ફુડપેકેટ સો ઉંડા પાણીમાં બોટના સવારે એનડીઆરએફનાં જવાનો કમાન્ડર રાજેન્દ્રસિંઘની આગેવાની સો સનખડાનાં મેડીકલ ઓફીસર ડો.ઉપાધ્યાય, હેલ્વર્કર આશીષ પટેલ સહિતનાં લોકોએ ખત્રીવાડા રોકાણ કરી ગ્રામજનોને ફુડપેકેટનું વિતરણ કર્યું. સાથે-સાથે જરૂરીયાત વાળા તમામ લોકોનાં હેલ્ની ચકાસણી કરી સારવાર આપવામાં આવી. બે સગર્ભા માતાઓને જરૂરી ટ્રીટમેન્ટ આપી.

ઉપરાંત મેડીકલ ટીમને માણેકપુર ગામનાં ટેલીફોનીક મેસેજ મળતા એનડીઆરએફની ટીમ સાથે જઇ ૨ સગર્ભા માતા, એક હદયનાં ઓપરેશનવાળા દર્દી, ૨૭ તાવ-શરદીનાં દર્દીઓ, ૧૨૫ વ્યક્તિને પગની તકલીફ અને ૮૦ વ્યક્તિઓેને પાણીનાં ઇન્ફેકશન અંગેની સારવાર આપવામાં આવી હતી.માણેકપુર ખાતે જરૂર મુજબ ડૂંગળી અને બટેટાનો જથ્થો પણ પહોંચાડવામાં આવ્યો છે.ઉના ખાતે પ્રાંત  અધિકારી શ્રી મહેશ પ્રજાપતી જિલ્લા કલેકટરના માર્ગદર્શન તળે ભારે વરસાદી પ્રભાવીત .ઉના ગીર ગઢડા તાલુકા માટે સમગ્ર કામગીરીનું સંકલન કરી ટીમ વર્કી રેવન્યુ, પંચાયત, માર્ગ મકાન વિભાગ, આરોગ્ય કર્મીઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.