- દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ
- 90.23 મીટર ભાલો ફેંકી પોતાનો જ રેકોર્ડ તોડ્યો
- વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પાઠવ્યા અભિનંદન
શુક્રવારે કતરની રાજધાની દોહામાં દોહા ડાયમન્ડ લીગ રમાઈ રહી છે, જેમાં ભારતના સ્ટાર ‘જૈવલિન થ્રોઅર’ નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત નીરજ આવું કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બની ગયો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો કરી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જોકે લીગમાં જૂલિયન વેબરે 90.23 મીટર દૂર ભાલો ફેંકતા નીરજ ચોપડા બીજા ક્રમે આવી ગયો છે. આ સિદ્ધિ માટે પ્રધાનમંત્રી મોદીએ નીરજની ખૂબ પ્રશંસા કરી. PM મોદીએ પોતાની પોસ્ટમાં નીરજની મહેનત અને શિસ્તનો ઉલ્લેખ કર્યો હતો.
90.30 મીટર દૂર ભાલો ફેંકનાર નીરજ ભારતનો પ્રથમ ખેલાડી બન્યો
નીરજ ચોપડા જેવલિન થ્રોઅરમાં 90.23 મીટર પાર કરનાર ભારતનો પ્રથમ ખેલાડી, વિશ્વનો 25મો અને એશિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ (92.97) અને ચાઇનીઝ તાઇપેઈના ચાઓ-સુન ચેંગ (91.36) એ એકમાત્ર અન્ય એથ્લેટ છે, જેમણે 90 મીટરથી વધુ ભાલો ફેંકનાર ખેલાડી બન્યા છે.
નીરજની આ સિદ્ધિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી હતી. નીરજની પ્રશંસા કરતા PM મોદીએ લખ્યું – એક મહાન સિદ્ધિ! દોહા ડાયમંડ લીગ 2025માં 90 મીટરનો આંકડો પાર કરવા અને વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ નીરજ ચોપરાને અભિનંદન. આ તેમની અથાક મહેનત, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે, ભારત અત્યંત ખુશી અને ગર્વ અનુભવે છે.
ડાયમંડ લીગના એક તબક્કામાં પ્રથમ સ્થાન મેળવવા બદલ ખેલાડીને 8 પોઈન્ટ મળે છે
પ્રધાનમંત્રીના આ પદ સાથે, નીરજના આ ઐતિહાસિક થ્રોની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. 90.23 મીટરનું અંતર કાપીને, નીરજે માત્ર એક નવો રેકોર્ડ જ નહીં પરંતુ ભાલા ફેંકમાં એક નવો અધ્યાય પણ ઉમેર્યો.
ડાયમંડ લીગના એક તબક્કામાં પ્રથમ સ્થાન મેળવવા બદલ ખેલાડીને 8 પોઈન્ટ મળે છે. જ્યારે બીજા સ્થાન મેળવવા માટે 7 પોઈન્ટ, ત્રીજા સ્થાન મેળવવા માટે 6 પોઈન્ટ અને ચોથા સ્થાન મેળવવા માટે 5 પોઈન્ટ આપવામાં આવે છે. એટલે કે નીરજ ચોપરાને 7 પોઈન્ટ મળ્યા, જ્યારે વેબરને 8 પોઈન્ટ મળ્યા. આ ઉપરાંત ડાયમંડ લીગ 2025-27 અને 28 સપ્ટેમ્બરના રોજ ઝુરિચમાં ડાયમંડ લીગ ફાઇનલ સાથે સમાપ્ત થવાનું છે. ડાયમંડ લીગ ફાઇનલના વિજેતાને ડાયમંડ ટ્રોફી મળે છે.
દોહા ડાયમંડ લીગમાં, નીરજ ચોપરાને એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા), જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક), જુલિયન વેબર અને મેક્સ ડેહનિંગ (બંને જર્મની), જુલિયસ યેગો (કેન્યા), રોડરિક ડીન (જાપાન) જેવા ખેલાડીઓ તરફથી પડકારોનો સામનો કરવો પડ્યો. પેરિસ ઓલિમ્પિક 2024 ના સુવર્ણ ચંદ્રક વિજેતા પાકિસ્તાનના અરશદ નદીમે દોહા ડાયમંડ લીગમાં ભાગ લીધો ન હતો.
આ પહેલા, નીરજ ચોપરાનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન 89.94 મીટર હતું. તેણે આ થ્રો વર્ષ 2022 માં સ્ટોકહોમ ડાયમંડ લીગમાં કર્યો હતો. આ ઉપરાંત નીરજ ચોપરાએ પહેલી વાર 2018 માં દોહા ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો અને ચોથા સ્થાને રહ્યો હતો. તેણે 2023માં અહીં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે 2024માં તે બીજા સ્થાને રહ્યો હતો.
ચોપરાના ટોચના પાંચ થ્રો
- 89.94 મીટર સ્ટોકહોમ ડાયમંડ લીગ 2022
- 89.49 મીટર લૌઝેન ડાયમંડ લીગ 2024
- 89.45 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – એફ
- 89.34 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – ક્યૂ
- 89.30 મીટર પાવો નુરમી ગેમ્સ 2022