અમરેલી ‘આપ’માં પાયાના કાર્યકરોની અવગણના ?? સસ્પેન્ડ કરાયેલ નાથાલાલ સુખડીયાનો આક્રોશ

અબતક, નટવરલાલ ભાતીયા

દામનગર

અમરેલી જિલ્લામાં આપ ના પાયા ના કાર્યકરો ને આમ આદમી પાર્ટીના સામાન્ય સભ્ય પદેથી સસ્પેન્ડ કરતા  નાથાલાલ સુખડીયા એ પ્રેસ કોન્સફરન્સ કરી અનેકો દિગજ્જ  નેતાઓની ભૂંડી હાર માટે ભ્રષ્ટચાર કથાથી સુવિખ્યાત બનેલ સુખડીયા સહિત  સનિષ્ઠ કાર્યકરોને કાઢવા પાછળના સત્ય કારણો આપ્યા  આમ આદમી પાર્ટી ગુજરાત અને દેશમાં સ્થાપિત થઈ ત્યારથી આજ સુધી સ્ટેટ કમિટી અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે અને ૨૦૧૪ માં લોકસભા અમરેલીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લડત આપી હતી.

જે સમયે સંગઠન શકિત ઓછી હોવા છતા ૧૫,૩૫૦/- જેટલા મતો આમ આદમી પાર્ટીને મળેલ અને પ્રથમ દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ૨૦૧૩ માં રોહીણી વિધાનસભામાં ૬ જેટલા અમરેલી જિલ્લામાંથી સનિષ્ઠ કાર્યકરો સાથે ૪૫ દિવસ કામ કરેલ અને ગત ૨૦૨૦ માં વિધાનસભા દિલ્હીના મટીયાલા વિધાનસભાના ગુલાબસહ યાદવ મતક્ષેત્રમાં અમરેલી જિલ્લાના ૫ લોકોએ ૧૨ દિવસ સુધી સખ્ત પ્રચાર કરેલ  ગેરબંધારણીય રીતે પાર્ટીમાં ગોપાલ ઈટાલીયા પ્રદેશ પ્રમુખ અને મનોજ સોરઠીયા મંત્રી ના મનધડત નિર્ણયોથી નારાજગી માં ઉતરોતર વધારો અમરેલી જિલ્લા પાયા ના પથ્થર ગણાતા સનિષ્ઠ કાર્યકરો ની સતત અવગણના થી  જિલ્લા પ્રમુખ પદે થી રાજીનામુ આપ્યું.

સક્યિ કાર્યકર તરીકે સેવા આપી રહેલ નાથાલાલ સુખડીયા સહિત નાઓ દ્વારા ગત જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને નગરપાલિકા ચુંટણીમાં મે તન મન ધનથી ઉમેદવારોને મદદ કરી અમરેલી શહેરના ૨૩ ઉમેદવારો અને તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારોને જીતાડવા કેરીયાનાગસ ભંડારીયા ચીતલ મોણપુર અને અમરેલી નગરપાલીકાના વિવિધ વોર્ડમાં સ્વખર્ચ પત્રિકાઓ છપાવી કાર્યકરો અને ઉમેદવારોનો સતત જુસ્સો વધારા સારા એવા મતો મેળવી અમરેલી તાલુકામાં તાલુકા પંચાયત સિટ દેવળીયા ચકકરગઢ અને લાલાવદર સીટ માત્ર ૭૪૦૦ /જેવા નજીવા ખર્ચ ચુંટણી લડી હતી.

ખરેખર આમ આદમીના વિચારધારા મુજબ સીટ જીતવા સફળ થયેલ આમ શકય તમામ પ્રયાસો કરનાર પાયાના કાર્યકરોની અવગણના કરી ભાજપ માંથી સાઈડ લાઈન થયેલ દાગી પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિથી હાસિયા પાછળ ધકેલાયેલ આમ આદમી પાર્ટી એક વિચારધારા અને સિસ્ટમ બદલવાની કેજરીવાલજની ઉમદાવિચારધાર મુજબ ભાજપ કોગ્રેસ થી અલગ રાજનિતિ આપવાની ઈમાનદાર કાર્યકરો ની આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લાની આવી અનૈતિક તાકાતની ગંદી રાજનીતીના પૌલાદી પંજા હેઠળ શા માટે પાર્ટી અમરેલી જિલ્લાના ઈમાનદાર કાર્યકરો સતત લડત ચલાવી રાજનીતી બદલાવા સામનો કરતા આવેલ અને જે માણસ ખેડુતોની સંસ્થાઓની મિલ્કતોની અમરેલી જિલ્લામાં વહેચી મારી હોય તેવા માણસો નો પવેશ કરી કરાવી આવ ભાઈ હરખા આપણે બેઇ ભાઈ સરખાની નીતિ સામે રોષ સાથે પ્રેસકોન્સફરન્સ કરી હતી