Abtak Media Google News

આજની શિક્ષણ પઘ્ધતિમાં ‘તારૂણ્ય શિક્ષણ’ની તાતી જરૂરીયાત છે. આજનો તરૂણ પ્રવર્તમાન અને સતત બદલાતી રહેતી જીવંત પરિસ્થિતિઓને સમજીને તેના ઉપર ચર્ચા વિચારણા કરે તેવો હોવો જોઇએ. જાહેર સ્થળો પર, શિક્ષણ સંસ્થાઓમાં, ઘરની આસપાસ કે કામ કરવાના સ્થળે જાતિય સતામણી થાય છે, તે હકિકત છે. કિશોરો સાથે દુર વ્યવહાર, ગુંડાગીરી અને રેગીંગ જેવી પ્રવૃતિ થઇ રહી છે

1પ થી ર4 વય ધરાવતા યુવા વર્ગમાંથી 83 ટકા યુવા પુરૂષો અને 78 ટકા યુવા મહિલાઓ તેમના માટે પારિવારિક જીવન શિક્ષણ મહત્વનું ગણે છે

તારૂણ્ય શિક્ષણએ સંભવિત શિક્ષણમાં પરિવર્તન, સમાનતાના સિઘ્ધાંતો અને સામાજીક ન્યાય તરફ વળેલું હોવું જોઇએ. ભારત દેશ આજે દુનિયાનો સૌથી યુવા દેશ છે. ભારતની વસ્તીના પપ ટકા થી વધારે તરૂણ-તરૂણીઓ અને યુવાનો છે. તરૂણાવસ્તા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે. જેનું મહત્વ સૌએ સ્વીકારવું જોઇએ. તરૂણાવસ્થાએ જીવનનો હકારાત્મક, શકયતાઓ અને ક્ષમતાઓથી ભરેલો સમય ગાળો છે.

Sex Educatin E1622620536928 આજના તરૂણ-તરૂણીઓ પોતાનાં શારિરીક, માનસિક અને સાંવેગિક પરિવર્તનોને સમજે અને મનમાં પેદા થતાં પ્રશ્ર્નોનું વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવે, પોતાની શરીર રચના અને તેના કાર્યોથી વાકેફ થાય અને પોતાની જાતને જાણે અને સમજે તે અગત્યનું છે. તેઓ પોતાની તંદુરસ્તી કેળવે અને જાળવે જીવનમાં સતત આગળ વધવા શિક્ષણ ખુબ જ જરુરી છે. તે સમજે અને પર્યાવરણનું જતન કરતાં થાય તેઓ વ્યસન મુકત બને અને નશીલા દ્રવ્યોથી દૂર રહી પોતાના જીવનનો વિકાસ કરે. ભૃણહત્યા અટકાવી બેટીઓને બચાવે.

સ્ત્રી દાક્ષિણ્ય અને સ્ત્રી સશકિતકરણના આ યુગમાં દિકરો-દિકરી એક સમાન અને બંનેને સરખી તકો મળે અને આગળવધે, એચ.આઇ.વી. એઇડસ જેવા અસાઘ્ય રોગો અંગે જાગૃત બને તેઓ પોતાના આરોગ્યની જાળવણી માટે હકારાત્મક વિચારસરણી અપનાવી સમતોલ આહાર અને ઘ્યાન, પાર્થના, કસરત, યોગ તેમજ પ્રાણાયામ કરી પોતાનું જીવન ધન્ય બનાવે.

તરૂણ-તરૂણીઓ અને યુવાનો અભ્યાસમાં એકાગ્રતા કેળવી જીવનમાં આગળ વધે તેઓ અભ્યાસિક, સહઅભ્યાસિક પ્રવૃતિમાં ભાગલે, રમત ગમતમાં ભાગ લે આમ તેમનામાં ગુણવતા લક્ષી કૌશલ્યોનો વિકાસ થાય, તો તેમનો સંર્વાગી વિકાસ થાય. આમ જોવા જોઇએ તો તરૂણ-તરૂણીઓ ‘હેન્ડલ વીથ કેર’ જેવા છે. તેમને સાચવવા અને કેળવવાના છે. એટલે જ કહેવાય છે કે ‘યૌવાન એટલે વિજનો તણખો, ઝબકે તો અજવાળું નહીં તો ભડકો’

પવર્તમાન સમય તરૂણ-તરૂણીઓ પોતે સમજે, વાલીઓ પોતાના સંતાનોને સમજે, શિક્ષકો વિદ્યાર્થીને સમજે અને તેમનામાં પેદાથતી સમસ્યાઓનું વૈજ્ઞાનિક માર્ગદર્શન ન કરે તરૂણો-કિશોરો પોતાના જીવનમાં વિવિધ પ્રવૃતિઓ અને કૌશલ્યો દ્વારા  જીવનમાં અજવાળુ કરે અને બીજાને પણ અલોકમય બતાવે.

તરૂણાવસ્તાને જીવનની હકારાત્મક અને શકયતાઓથી ભરેલી શકિતશાળી અવસ્થા છે. આ અવસ્થાને સમસ્યારૂપે કે કઠિન ભરેલી શકિતશાળી અવસ્થા છે. આ અવસ્થાને સમસ્યારૂપ કે કઠિન તરીકે છાપ પાડવી જોઇએ નહીં તેમજ નકારાત્મક દ્રષ્ટિકોણથી જોવી જોઇએ નહીં. તરૂણો માટે શિક્ષણ પવર્તમાન, સતત બદલાતી જીવનશૈલી, હકીકતોને સમજે અને તેનાં પર ચર્ચા કરે તેવું હોવું જોઇએ. શિક્ષકોએ પણ પોતાની માન્યતાઓ ભૂલી નવી પઘ્ધતિ પ્રમાણે આ અભ્યાસક્રમના એકજા – તારૂણ્ય શિક્ષણમાં અસરકારક પ્રત્યાયન કરવું જરુરી છે. હવે શાળાઓમાં સેકસ એજયુકેશન આપવાનો સમય પાકી ગયો છે.

2 Sex Ed

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા પ્રમાણે 10 થી 19 વર્ષ ની વ્યકિતઓ કિશોર તરીકે, 10 થી ર4 વર્ષની વ્યકિતઓ યુવાન તરીકે અને 1પ થી ર4 વર્ષની વ્યકિતઓ યુવા તરીકે ઓળખાય છે. 1પ થી ર4 વર્ષ ધરાવતાં યુવા વર્ગમાંથી 83 ટકા યુવા પુરૂષો અને 78 ટકા યુવા મહિલાઓ તેમના માટે પારિવારિક જીવન શિક્ષણ મહત્વનું છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ આજના યુવા વર્ગને એચ.આઇ.વી. સામેના રક્ષણ માટેની પૂરતી માહીતીથી વાકેફ હોતા નથી. તેથી જ ભારતમાં 1પ થી ર4 વર્ષની વય જુથના એચ.આઇ.વી. ના શિકાર વધુ બન્યા છે.

જાહેર સ્થળો પર, શિક્ષણની સંસ્થાઓમાં ઘરની આસપાસ અને કામ કરવાની જગ્યાએ જાતીય સતામણી થાય છે તે હકિકત છે. કિશોરો સાથે થતાં દુરવ્યવહાર , ગુંડાગીરી અને રેગીંગ જેવી પ્રવૃતિ  થઇ રહી છે.

ભારત પાસે ઘણો મોટો માનવ સંશાધન છે, દેશે યુવાનોની તંદુરસ્તી અને તેમની ક્ષમતાઓને બહાર કાઢી વિકાસ કરવા માટે સતત અને પ્રગતિશીલ  મુડી રોકાણ કરવું જ પડશે, જીવન કૌશલ્યની એક સામાન્ય સંકલ્પનાની સમજનો વિકાસ કરવો તેનું અમલીકરણ અને તારૂણ્ય શિક્ષણ ગર્ભિત હેતુ જીવન કૌશલ્યના વિકાસ તરીકેની સમજ આપવી તેવો છે.

જીવન કૌશલ્યની એક સામાન્ય સંકલ્પનાની સમજનો વિકાસ કરવો, તેનું અમલીકરણ અને તારૂણ્ય શિક્ષણ ના ગર્ભિત હેતુ તરીકે જીવન કૌશલ્યના વિકાસ તરીકે સમજણ આપવી. જીવન કૌશલ્યોનો વિકાસ એ એવી જીવનપર્યત ચાલતી પ્રક્રિયા છે કે જે પ્રાપ્ત માહીતીના વિચારોના આધારે થતી નિર્ણય પ્રક્રિયામાં બહાર રહેલી શકિતઓના સ્ત્રો તો શોધી કાઢી તેઓનો વિકાસ કરે અને પરિપકવતા લાવે.

તરૂણો, કિશોરો, યુવાનોનાં મુંઝવતા  પ્રશ્ને માર્ગદર્શન

આજના 14 થી ર4 વય જુથના તરૂણો કિશોરો અને યુવાનો માટે તેને મુંઝવતા પ્રશ્ર્નોમાં સાચો અને વૈજ્ઞાનિક આધારો વાળો જવાબ આપવાવાળું કોઇ નથી. મા-બાપને પૂછી નથી શકતા એ વાત તેના મિત્રોને પણ પૂરી માહીતી મળતી સાથે કયારે તો ઘણી ગેરસમજણનો શિકાર પણ બને છે. શરીર વિજ્ઞાન સાથે પ્રજનન સ્વાસ્થ્ય સંબંધીત શિક્ષણ પણ તરૂણો, કિશોરો, યુવાઓને મળવું જોઇએ. માનસીક સ્વાસ્થ્ય જ સારૂ હશે તો જ તેનો સંર્વાગી વિકાસ થઇ શકશે. આપણાં દેશમાં વિશ્ર્વમાં સૌથી વધુ યુવા વર્ગની સંખ્યા છે. તેમને સર્વ પ્રકારે માહીતગાર કરવો અ દરેક નાગરિકની ફરજ છે. શાળાના શિક્ષકો આ બાબતે શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે. તરૂણાવસ્થા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.