Abtak Media Google News

નેપાળના ગામડામાંથી નોકરીની લાલચે લઇ આવી ગરીબ છોકરીઓનો ભારતમાં દેહવેપાર થઇ રહ્યો છે

દેહવ્યાપાર ધંધો બેફામ વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર સીમ બળના અભ્યાસ મુજબ નેપાળથી ભારત ગેરકાયદેસર છોકરીઓ લાવવામાં પ૦૦ ટકાનો વધારો થયો છે. નેપાળના ગામડાઓ અને ટેરાઇ વિસ્તારમાંથી દેહવ્યાપાર કરી દિલ્હી, મુંબઇ, કોલકતા અને અન્ય શહેરોમાં રૂ પ૦ હજારમાં વહેચવામાં આવે છે. ૨૦૧૩મા૦ દેહવ્યાપાર માટે લઇ જવાતી ૧૦૮ છોકરીઓ અને ૨૦૧૭માં ૬૦૭ છોકરીઓને ઇન્ડો નેપાળ બોર્ડર પરથી બચાવી લેવાઇ હતી છોકરીઓના અંગોમાં કૃત્રિમ ફેરફારો બાદ આકર્ષક બનાવીને તેને મોટી રકમ સાથે ભારતમાં વહેંચી કાઢવામાં આવે છે સર્વે મુજબ નેપાળના ૭પ જીલ્લામાંથી ૨૬ જીલ્લામાં ગેરકાયદેસર વેપાર કરવામાં આવે છે.

ધંધો કરનારાના દલાલ કહેવામાં આવે છે. જેની મુખીયા દીધી ૯ થી ૧૬ વર્ષની છોકરીઓને લઇ આવે છે. જે તેને છોકરીઓ વહેચાડે છે. તેને છોકરી દીઠ ‚રૂ ૬૦૦૦ નુ કમીશન પણ આપવામાં આવે છે. તેને ટ્રેનીંગ અપાય છે. અને બાદમાં ભારતમાં વહેચી દેવાય છે. તેઓ સૌપ્રથમ કાંઠમાન્ડુ લઇ આવી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવે છે. વધુ પ્રમાણમાં દલાલો દિલ્હીથી લોકલ બસમાં મુસાફરી કરે છે અને મુંબઇમાં ટ્રેનમાં મુસાફરી કરે છે. તેને ભારતમાં પણ મેડમ એટલે કે એજન્ટ હોય છે ઘણા દલાલો રાજકારણીઓ સાથે જોડાયેલા હોય છે પરંતુ કોઇ સ્વીકારતા નથી.

જુનથી ઓગસ્ટ સુધીમાં નેપાળથી ભારત છોકરીઓ લાવવામાં આવે છે. સપ્ટેમ્બરમાં જયારે દીદી તેના ગામડે જાય છે. ત્યારે ગરીબ છોકરીઓના મા-બાપને નોકરીની લોભામણી લાલચો આપી શહેરમાં લઇ આવે છે. ૨૦૧૨માં ૭ર ભોગ બનનારી છોકરીઓ હતી ત્યારે ૨૦૧૬ માં ૫૦૧ અને ૨૦૧૭ માં ૬૦૬ દેહવ્યાપાર માટે જતી છોકરીઓને બચાવી લેવાઇ હતી. છેલ્લા પાંચ જ વર્ષમાં દેહવ્યાપારના ધંધામાં પ૦૦ ગણો વધારો ખરેખર શર્મજનક બાબત છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.