Abtak Media Google News

મુંબઈમાં થયેલ ૨૬-૧૧-૨૦૦૮ના હમલાને આજે દસ વર્ષ પૂરા થઈ ગયા છે. આ દર્દનાક ઘટનાથી વિશ્વના બધા લોકો સહેમી ગયા હતા. જ્યારે આતંકવાદીઑએ ગોળીથી કેટલા લોકોને મૃત્યુના ઘાટે ચડાવી દીધા હતા. ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ પાકિસ્તાનથી આવેલા ૧૦ જેટલા આતંકવાદીઓએ આ હુમલો ગોળીબાર, તથા બોબ્મ ફેકીને કર્યો હતો. હુમલાનો એક માત્ર જીવીત આતંકવાદી અજમલ કસાબ દ્વારા જાણવા મળ્યુ હતુ કે આ હુમલો પાકિસ્તાનની ISI ની સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. Mumbai Terror Attack 1

૨૬ નવેમ્બર થી ૨૯ નવેમ્બર, ૨૦૦૮ સુધી ચાલેલો આ આતંકવાદી હુમલામાં ૧૬૪ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૩૦૮ જેટલાં ઘાયલ થયા હતા. આ હુમલો દક્ષિણ મુંબઈમાં આવેલ છત્રપતિ શિવાજી ટર્મિનલ, ઓબેરોય હોટેલ, હોટેલ તાજ, લીયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ એમ કુલ આઠ વિવિધ જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુંબઈના એક પોર્ટ વિસ્તારના માઝાગાંઉમાં પણ એક વિસ્ફોટ થયો હતો.Mumbai Terror Attacks 2008

ઘટના પછી ઘણા લોકો આક્રોશમાં જોવા મળ્યા હતા અને કસાબને ફાંસી દેવાની માંગ કરી હતી. જ્યારે કસાબએ પૂછતાછ દરમિયાન જણાવ્યુ હતું કે તેને મુંબઈ હમલા માટે દરિયાઈ ટતાલીમ આપવામાં આવી હતી. મુંબઈ ઘટનામાં ૨-૨ ની જોડીમાં ૫ ગ્રૂપ બનાવમાં આવ્યા હતા જેમાં તાલીમ દરમિયાન જેમની વધારે ટ્યુનિંગ સારી હતી તેમને તેમને સાથે રાખવામા આવ્યા હતા.

10 વર્ષ પહેલાં મુંબઈ પર હુમલો કરનારા પાકિસ્તાની આતંકવાદીઓ સામે લડતી વખતે તેઓએ જીવ ગુમાવનારાઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી સહિતના અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યુ છે કે હાથમાં લાવા લઈ દુશ્મનોને માત આપનાર વીર શહીદોને નમન કરવાનો આજે દિવસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.