તુલસીના છોડ પાસે ક્યારેય ના રાખવી આ વસ્તુ થશે મોટું નુકશાન

શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીજીની પૂજા થાય છે કે જ્યાં તુલસીજીનો છોડ રાખવામાં આવે છે તે ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ રહે છે. ભગવાન વિષ્ણુજીની પૂજા બાદ પ્રસાદમાં તુલસીદલ ખુબજ જરૂરી છે. કેમકે તુલસીદલના હોય તો ભગવાન આ પ્રસાદને સ્વીકારતા નથી.

તુલસી પાસે ગંદકી ન હોવી જોઈએ :

ધ્યાનમાં રાખો કે તુલસીજી એક પવિત્ર છોડ છે તમારા તુલસીજીના ક્યારા પાસે એકદમ સાફ સફાઈ હોવી જોઈએ. તુલસીજી જો સુકાય જાય તો તેનાથી અશુદ્ધતા ફેલાય છે. આથી રોજ તુલસીજીની આસપાસ સફાઈ કરો.

તુલસીજી પાસે આ વસ્તુઓ ન રાખો :

તુલસીજી પાસે સાવરણી, ચપ્પલ ક્યારેય ન રાખો. કેટલાક લોકો પૂજાનો સામાન જેમકે ફુલો, નાડાછડી વઘેલુ પાણી તુલસીજીના ક્યારામાં નાંખી દે છે આવુ કરવાનું ટાળો.

રાત્રે ક્યારેય ન આપો જળ :

કેટલીક મહિલાઓ સાંજે તુલસીજી પાસે દીવો કરી જળ ચઢાવે છે આવું ક્યારેય ન કરો રાત્રીના સમયે ક્યારેય તુલસીજીને જળ ન ચઢાવો. તુલસીજીને સવારે સ્નાન કર્યા પછી જ જળ ચઢાવો. તુલસીજીની પાસે ક્યારેય પાત્રમાં જળ ભરીને ન રાખો. તુલસીજી પાસે જ્યારે દીવો કરો તે ઠરી જાય પછી ત્યાંથી હટાવી દો ત્યાંને ત્યાં ક્યારેય ન રાખો.

તુલસીજીને ચુંદડી ઓઢાડી રાખો ધ્યાન :

ઘરોમાં તુલસીજીને ચંદડી ઓઢાડીને રાખવામાં આવે છે. પણ સાથે એ વાતનું ધ્યાન રાખો કે ચુંદડી ખુબ જુની ન હોવી જોઈએ. ફાટેલી કે ઉડેલા કલરવાળી ન હોવી જોઈએ. એકાદશીએ ચુંદડીને બદલવી જોઈએ.