Abtak Media Google News

ઘણી વખત આપણે કોઇને એની મોલવાની ટેવ અથવા તો વધારે પડતુ બોલવાને કારણે સંભળાવતા હોઇએ છીએ. કે તારી જીભતો બહુ લાંબી છે. પરંતુ હમેંશા એનો અર્થ તેનુ વધારે પડતુ બોલવાનું જ નથી હોતું, તમે ક્યારે કોઇ વ્યક્તિની વધુ લાંબી જીભ નહિ જોઇ હોય અને જો આવી જીભ જોઇ તો એને રાક્ષસ કહેવામાં આવે છે. અને એની જીભ એટલી લાંબી છે કે તમે વિચારી પણ ન શકો.

તમને જાણીને આશ્ર્ચર્ય થશે દુનિયામાં એક વ્યક્તિની સૌથી લાંબી જીભ છે. અને એમનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. બ્રિટનના ૫૧ વર્ષના પ્રોઢ સ્ટિફેન ટેલરને દુનિયાની સૌથી લાંબી જીભની બિરુદ મળ્યુ છે. સ્ટિફેન ટેલરની જીભ સાથે આજે પણ વધી રહી છે. તેથી ક્યારેય કોઇપણ એમનો રેકોર્ડ તોડી શક્યુ નહીં. તેમની જીભ પ્રાકૃતિક રીતે જ થોડા-થોડા સમયે વધે છે. ૨૦૦૭માં પહેલી વખત સૌથી મોટી જીભનો રેકોર્ડ એમના નામ થયો હતો ત્યારે સ્ટિફેનની ૯.૫ સેંટીમીટરની હતી અને હાલના સમયમાં એમની જીભ વધીને ૯.૮ સેંટીમીટર (૩.૮ ઇંચ)ની થઇ છે. સ્ટિફેનએ લાંબી જીભની કહાવત સાચી કરી નાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.