‘નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં, ધરતીપુત્રો વિશ્વાસ રાખે’: સી.આર.પાટીલ

સ્વતંત્ર ભારતમાં માતૃભૂમિની સરહદોની રક્ષાનું ભગીરથ કાર્ય સૈન્ય જવાનોનું છે, પરંતુ ખેડૂતોનું દેશ માટેનું યોગદાન તેનાથી સ્હેજે ઉતરે તેવું નથી. આપણી સંસ્કૃતિમાં ખેડૂતોને ધરતીપુત્રો કહેવાયા છે તો આપણે તેમને જગતના તાતની ઉપાધિ આપી યોગ્ય સન્માન ભેટ ધર્યું છે. મોદી સરકારે દેશના ખેડૂતોની સમસ્યાઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને વખતો વખત તેમના ઉદ્ધાર-ઉત્થાન માટે વિવિધ યોજનાઓ પણ મુકી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોએ દિલ્હીની સરહદો ઉપર આંદોલન હાથ ધર્યું છે.

ખેડૂતોએ પોતાની માંગ શરૂ કરી ત્યારથી જ સરકાર વિવિધ સ્તરે રજે રજની માહિતી મેળવી સ્થિતિનો સતત અભ્યાસ કરી રહી છે અને સ્પષ્ટ લાગી રહ્યું છે કે, ખેડૂતોએ શરૂ કરેલી આંદોલન ખેડૂતોનું પોતાનુ છે જ નહીં, કોંગ્રેસ સહિતના વિપક્ષોનો દોરીસંચાર તેની પાછળ છે. હકીકતમાં સરકારે જે નવા કૃત્રષ કાયદા બનાવ્યા છે તે ખરેખર ખેડૂતોના હિતમાં જ છે. પરંતુ તેનો યોગ્ય અભ્યાસ કર્યા વિના અથવા તો તેનું ખોટું કે પછી મન ફાવે તેવું અર્થઘટન કરીને ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યાં છે, ઉશ્કેરવામાં આવી રહ્યાં છે.

સરકારે જે નવા કૃષિ કાયદા રજૂ કર્યા છે, તેમાં સમાવાયેલા મુદ્દાઓની માંગ એક સમયે કોંગ્રેસ ખુદ કરી હતી. ખેડૂતોના હિત માટે અગાઉ કોંગ્રેસ આવા જ મુદ્દાઓને લઈને રસ્તે ઉતરી હતી. હવે જ્યારે સરકારે તે માંગ પુરી કરી છે ત્યારે કોંગ્રેસે માત્ર વિરોધ કરવા માટે યુ-ટર્ન મારી લીધો છે. મોદી સરકારે ખેડૂતોની વર્ષો જૂની માંગ પૂરી કરી તે હવે મોદી સરકારના વિરોધીઓને ગળે ઉતરતું નથી અને ખેડૂતોને ભ્રમિત કરવાનું અભિયાન શરૂ કરી દીધું છે.

ભાજપના કાર્યકર તરીકે સી.આર.પાટીલ વિશ્ર્વાસ સાથે ખાતરી આપતા કહે છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના એકમાત્ર એવા પીએમ છે જેમણે ખેડૂતો અને તેમની સમસ્યાઓને સમજ્યા છે, પ્રશ્ર્નોનો ઉકેલ લાવ્યા છે.

મને વિશ્વાસ છે કે, વડાપ્રધાન હરહંમેશ ખેડૂતોનું હિતને જ મહત્વ આપે છે અને આપશે, જેથી ખેડૂતમિત્રોએ પણ તેમના પર વિશ્વાસ રાખવો જ જોઈએ.’