નવું મહાઅભિયાન રંગ લાવ્યું! દરરોજ 1 કરોડ લોકોને ‘કોરોના કવચ’નું લક્ષ્યાંક હવે દૂર નહીં!!

કોરોના સામે રસી અને નિયમોનું પાલન જ એક અસરકારક પરિબળ મનાઈ રહ્યું છે. કોવિડ-19 વાયરસની આગામી સંભવિત ત્રીજી નહીં પણ કોઈ પણ લહેર સામે બચવા રસી જ એકમાત્ર ઉપાય મનાઈ રહ્યું છે. ત્યારે આ તરફ ધ્યાન દોરી સરકારે રસીકરણની પ્રક્રિયા વધુ સઘન બનાવી છે અને એમાં પણ હવે રસી માટે થતી ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અને તેની ઝંઝટમાંથી મુક્તિ આપતા હવે રજિસ્ટ્રેશન સ્થળ પર જ કરવાનું શરૂ થયું છે.

ગઈકાલથી ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન અને રસીકરણના મહાભિયાનની શરૂઆતથી દેશમાં એક જ દિવસમાં 85 લાખ ડોઝ અપાયા છે. આથી હવે સરકારે એક દિવસમાં 1 કરોડ નસ્ત્રકોરોના કવચસ્ત્રસ્ત્રનું જે લક્ષ્યાંક રાખ્યું છે તે હવે ટૂંક જ સમયમાં પરિપૂર્ણ થશે.  દરરોજ એક કરોડ લોકોને રસીના ડોઝ આપવામાં આવે તો નવાઈ નહીં.

સુધારેલી કોવિડ -19 રસીકરણ નીતિના પહેલા જ દિવસે 85 લાખથી વધુ લોકોને નિ: શુલ્ક ડોઝ મળ્યા છે. 18 વર્ષથી વધુ વયના લોકોને માટે સ્થાનિક સ્તરે રાજ્યો પાસે 75%થી વધુ જથ્થો ઉપલબ્ધ છે. ગઈકાલે રસીકરણ ઝુંબેશ હેઠળ મધ્યરાત્રિ સુધીમાં 85 લાખ ડોઝ અપાયા. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. અગાઉ કરતા લગભગ બમણાં છે. એપ્રિલ માસમાં દરરોજ 43 લાખ ડોઝ અપાયા હતા.

અધિકારીઓએ જણાવ્યું છે કે રસીકરણની નવી ઝુંબેશ હેઠળ સોમવારથી મોટી ધમાકેદાર શરૂઆત થઈ છે. જે ખૂબ જ આવકારદાયક છે. કેન્દ્ર સરકાર તેના લક્ષ્યને એક દિવસમાં 1 કરોડ જેબ્સનો લક્ષ્યાંક જલ્દીથી પૂર્ણ ક્રિસ શકે છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું કે આજની રેકોર્ડબ્રેક રસીકરણની સંખ્યા સરાહનીય છે. કોવિડ -19 સામે લડવા માટે રસી આપણું સૌથી મજબૂત શસ્ત્ર છે.

ઘણાં નાગરિકોને રસી મળી છે તેની ખાતરી કરવા સખત મહેનત કરી રહેલા ફ્રન્ટ લાઇનના તમામ લડવૈયાઓને રસી અપાવનારા અને કુડોઝને હું અભિનંદન પાઠવું છું. જણાવી દઈએ કે આ રસિકરણની પ્રક્રિયામાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી ખૂબ જ મર્યાદિત રહી છે. કારણ કે તે દ્વારા લગભગ 2,000 સેશનનું જ આયોજન થયું હતું. ખાનગી હોસ્પિટલોને એકત્રીકરણ યોજના હેઠળ રસીઓના 25% જથ્થાને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે.

યુરો-2020 ટૂર્નામેન્ટ રોચક તબક્કામાં: ડેનમાર્ક અને બેલ્જીયમનો આખરી 16માં પ્રવેશ

ઈટલીએ પણ માસ્કમાંથી ‘છૂટ્ટી’ આપી!!

આ કોરોના હવે ક્યારે જશે ?? ક્યારે નિયમોની જડમાંથી મુક્તિ મળશે ?? ક્યારે માસ્ક માંથી છુટ્ટી મળશે ?? તેવા પ્રશ્નો દરેક લોકોના મનમાં ચર્ચાઈ જ રહ્યા હશે. પરંતુ વિચારો કે ખરેખર હવે આ નિયમો માંથી મુક્તિ મળી જાય તો…!! કોરોના કેડો મૂકી દેય તો…. સૌ કોઈ ખુશખુશાલ થઈ ઉઠે. ઘણા દેશોમાં આમ શક્ય પણ બન્યું છે. અમેરિકા અને ઇઝરાયેલ બાદ હવે ઈટલીમાં પણ માસ્કમાંથી છુટ્ટી આપી દેવામાં આવી છે. કારણ કે અહીં કોરોનાને કળ વળતા પરિસ્થિતિ ઝડપભેર સુધરી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની પ્રથમ લહેર સૌથી વધુ ઘાતકી યુરોપના દેશોમાં જ સાબિત થઈ હતી. અને યુરોપના આ દેશ ઇટલીમાં હવે પ્રતિબંધોમાં હળવાશ કોરોના ભગાડવા તરફ આશાની એક નવી કિરણ સમાન છે.  કોરોનાવાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત યુરોપના દેશ ઇટાલીમાં 28 મી જૂનથી ફેસમાસ્ક ફરજિયાત રહેશે નહીં. ઈટલીના આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પિરન્ઝાએ ફેસબુક પર જાણ કરતા લખ્યું કે, ઇટાલીની વર્ગીકરણ સિસ્ટમ હેઠળ નસ્ત્રવ્હાઇટસ્ત્રસ્ત્ર લેબલવાળા પ્રદેશો સિવાયના વિસ્તારોમાં માસ્ક ફરજીયાત રહેશે નહિ. જેમાં ઉત્તર પશ્ચિમમાં નાના ઓસ્તા ખીણ સિવાય તમામ ઇટાલિયન પ્રદેશો શામેલ છે.

ઇટાલીની કોમિટાટો ટેનિકો સાયન્ટિફિક (સીટીએસ) વૈજ્ઞાનિક સલાહકાર પેનલની સલાહ પર આરોગ્ય મંત્રી સ્પિરન્ઝા દ્વારા ઘોષણા કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે મોટા મેળાવડા તેમજ વાયરસ ફેલાવવાનું વધારે જોખમ ધરાવતા કાર્યક્રમોમાં લોકો એ માસ્ક પહેરવા પડશે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે  દેશભરમાં 21 લોકોના મોત અને 495 નવા કેસ નોંધાયા છે. અને આવા વિસ્તારોને, તમામ ઇટાલીને ‘વ્હાઇટ’ ઝોન તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. જ્યાં નિયમો યથાવત રહેશે.