Abtak Media Google News

* કોરોના વાયરસ માનવ શરીરના કોષોમાં ઘુસી પ્રોટીન પર હુમલો કરી રોગપ્રતિકારક શક્તિ અનેકગણી ઘટાડી દે છે.

* વાયરસ અને પ્રોટીન વચ્ચેના આ તાલમેલ અંગે વૈજ્ઞાનિકોએ મહત્વનું સંશોધન કરી કોરોના વિરુધ્ધની નવી દવાની શોધ તરફ નવો માર્ગ ખોલ્યો છે.

* અમેરિકાના બ્રોડ ઈન્સ્ટિટયુટના વૈજ્ઞાનિકો મુજબ વાયરસના મ્યુટેશનને રોકવા પ્રોટીન સાથેના તેના સંબંધને સમજવો ખુબ જરૂરી છે.

* સાર્સ કોવ-૨ પોતાની સંખ્યા વધારવા પ્રોટીનનો જ ઉપયોગ કરે છે.

* નવા અભ્યાસથી વાયરસની સંખ્યાને રોકવામાં મદદ મળશે.

– વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, માનવ કોશિકાઓમાં જે જે પ્રોટીન બને છે તેની વાયરસ સાથેની વિસ્તૃત સમજ હજુ સુધી પ્રકાશિત કરાઈ નથી.

– નવા અભ્યાસમાં પ્રથમવાર પ્રોટીનનું વૈશ્ર્વિક માનચિત્ર તૈયાર કરાયું છે. જેમાં અલગ અલગ ૧૮ પ્રકારના હોસ્ટ પ્રોટીનની શોધ કરાઈ છે જે કોરોના વાયરસના ફેલાવામાં મહત્વનો ભાગ ભજવે છે.

– આ શોધને આધારે વાયરસ ગુણ ન વૃદ્ધિના નિયામકોની ઓળખ કરી તેના મ્યુટેશનને ઘટાડી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.