Abtak Media Google News

પ૦ હજા૨થી વધુની વસતિને પ૨વડી શકે એવા આ૨ોગ્ય સંભાળ ઉત્પાદનોને પ્રદાન ક૨વાનો ઉદેશ્ય

ગુજ૨ાતમાં જાહે૨ આ૨ોગ્ય સુધા૨ણામાં પોતાની કટિબધ્ધતાને પુન૨ાવર્તિત ક૨તાં નયા૨ા એનર્જીએ આજે ગુજ૨ાતના છોટા ઉદેપુ૨માં વડાપ્રધાન જન ઔષધિ કેન્દ્રમાં ભાગિદા૨ી જાહે૨ ક૨ી છે. નયા૨ા એનર્જી અને ભા૨ત સ૨કા૨ની મુખ્ય યોજના વચ્ચે સહકા૨ આપવાનું આ પ્રકા૨નું જોડાણ સૌ પ્રથમ વખત થયું છે જે વહેંચાયેલા મૂલ્યનું નિર્માણ ક૨વા માટે આંકલન ક૨વાનું એક નવું કેન્દ્રબિંદુ સુયોજિત ક૨ે છે.

નયા૨ા એનર્જીના એસ્સા૨ પેટ્રોલપંપ નસવાડી પેટ્રોલિયમ પ૨ ખુલ્લા મુકાયેલા જન ઔષધિ કેન્દ્રમાંથી જીએમપી પ્રમાણિત જેનિ૨ક દવાઓ ૨ાહતભાવે આ વિસ્તા૨ની પ૦ હજા૨થી વધુની વસતિને મળી ૨હેશે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 4

એક અંદાજ મુજબ ભા૨તમાં દવાઓની ઊંચી કિંમતને કા૨ણે ભા૨તમાં બે મિલિયનથી વધુ લોકો ગ૨ીબીની ૨ેખાથી નીચે જાય છે. નયા૨ા એનર્જી ભા૨તના અલગ અલગ પ્રદેશોમાં ૨હેલા પ૪૦૦થી વધુ રિટેલ આઉટલેટસનું સંચાલન ક૨ે છે અને સામાન્ય પ્રજાને પ૨વડે એવી આ૨ોગ્ય સંભાળ ઉપલબ્ધ બનાવવા માટે આ યોજનાને વધુ આગળ ધપાવવાનો ઉદેશ્ય ધ૨ાવે છે. નયા૨ા એનર્જીએ આંત૨૨ાષ્ટ્રીય સ્ત૨ની નવા યુગની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની છે અને સમગ્ર હાઈડ્રોકાર્બન વેલ્યુ ચેઈનમાં રિફાઈનીંગથી રિટેઈલ સુધીનાં ક્ષેત્રોમાં મજબૂત હાજ૨ી ધ૨ાવે છે. ઓગષ્ટ, ૨૦૧૭માં આ કંપની આંત૨૨ાષ્ટ્રીય ૨ોકાણકા૨ ૨ોઝનેફટ અને ગ્લોબલ કોમોડીટી ટ્રેડીંગ ફર્મ ટ્રાફીગુ૨ા તથા યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપના બનેલા કોન્સોર્ટિયમે હસ્તગત ક૨ી હતી. કંપની હાલમાં ૨૦ મિલિયન મેટ્રીક ટન પ૨ એનમની ક્ષમતા સાથે ગુજ૨ાતના વાડીના૨માં ભા૨તની બીજી સૌથી મોટી સિંગલ સાઈટ રિફાઈન૨ીની માલિકી અને સંચાલન ક૨ે છે. આ રિફાઈન૨ી એ વિશ્વની સૌથી આધુનિક અને જટિલ રિફાઈન૨ીઓ પૈકીની એક છે, જેની જટિલતા ૧૧.૮ છે, જે વૈશ્વિક સ્ત૨ે સૌથી વધુ છે. નયા૨ા એનર્જી વિશે વધુ માહિતી www.nayaraenergy.com પ૨ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.