Abtak Media Google News
  • સિલેક્ટ થયેલા પ્રોજેક્ટને દોઢ કરોડ રૂપિયા સુધીની આર્થિક સહાય કરશે રેલવે મંત્રાલય
  • ઇન્ડિયન રેલવે ઇનોવેશન પોર્ટલ ઉપર હાલ 11 જેટલી ફરિયાદો આવી

રેલવે મંત્રાલય દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં રેલવેમાં ઉદભવીત થતી જે વિવિધ સમસ્યાઓ છે તેનું નિવારણ કેવી રીતે લાવી શકાય તે માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેનું નામ છે ઇન્ડિયન રેલવે ઇનોવેશન પોર્ટલ. આ પોર્ટની મદદથી જે સ્ટાર્ટઅપ છે તેઓ આમાં સહભાગી થઈ શકશે અને પોતાના સોલ્યુશનો દ્વારા વિવિધ પ્રશ્નો નિવારણ પણ લાવી શકશે. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે પણ ઇનોવેટરના સ્ટાર્ટઅપ પ્રોજેકટને મંજૂરી આપવામાં આવશે તેને રેલવે મંત્રાલય દ્વારા દોઢ કરોડ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે અને ત્યારબાદ તેમનો પ્રોટોટાઈપ જો વિસ્તૃત કરાશે અને મલ્ટીપલ ટ્રાયલ માટે મુકવામાં આવશે તો તેમાં પણ રેલવે મંત્રાલય દ્વારા હેન્ડ હોલ્ડીંગ ત્રણ કરોડ સુધી કરવામાં આવશે.

રેલવે મંત્રાલયના આ નવા પ્રોજેક્ટને ધ્યાને લય રાજકોટ ડિવીઝન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ડીવીઝનના ડી.આર.એમ અનિલ કુમાર જૈન અને સિનિયર ડીસીએફ અભિનવ જેફ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં તેઓએ રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવતા પગલા અંગે પણ માહિતી આપી હતી. તો ઉમેર્યું હતું કે રેલવેમાં થતાં ડેવલોપમેન્ટ અને વિકાસ તે ટેકનોલોજીની દેન છે. તેઓએ ઉમેર્યું હતુ કે ભારતમાં ટેલેન્ટની સહેજ પણ કમી નથી ત્યારે ભારત જો વિકાસ કરવા માટે આગળ વધવા ઇચ્છતું હોય તો તે ટેકનોલોજીના ઉપયોગથી જ શક્ય બનશે.

રેલવે મંત્રાલયનું નેટવર્ક ખૂબ જ મોટું છે અને વિસરાયેલું છે ત્યારે સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ એટલો જ જરૂરી છે. યોગ્ય ડેવલોપમેન્ટ કરવામાં આવે તો ઉભા થતા પ્રશ્નોનું નિવારણ પણ ત્વરિત જ થઈ શકે છે. ભારતના યુવાધન પાસે આઈડિયાનો ખૂબ મોટો ભંડાર છે ત્યારે જો તેને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો તે આઈડિયા એક પ્રોડક્ટ રૂપમાં ઊભરી આવે છે અને તેનો લાભ દેશના વિકાસને થશે.

રેલવે મંત્રાલય દ્વારા છે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તેમાં સમગ્ર ભારતીય રેલવેમાં ઉદભવીત થતા પ્રશ્નોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે એટલુંજ નહીં એ પ્રોજેક્ટ અંગે કમિટી પણ યોગ્ય વિચાર વિમર્શ કરી તેની અમલવારી શરૂ કરશે. મિત્રો અને માત્ર જરૂરિયાત છે એ છે કે વધુ ને વધુ યુવાઓ કે જે પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હોય તેઓએ આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. હાલ રેલવે મંત્રાલય પોતાના રેલવે નેટવર્ક અને વિસ્તારવા માટે જે કાર્યો કરી રહ્યું છે તેમાં કારગત નીવડ્યું હોય તો ઇનોવેશન અને ટેકનોલોજીનું મહત્વ ખૂબ જ વધુ રહેશે. રેલવે મંત્રાલય આજના યુવાધનની કલા અને કૌશલ્યને ઉજાગર કરવા માટે તેઓને તેમના પ્રોજેક્ટ અંતર્ગત નાણાકીય સહાય પણ પૂરી કરશે તે અંગેની એક વિશેષ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.