Abtak Media Google News

સમિટમાં 1000 થી પણ વધુ સ્ટાર્ટઅપ ભાગ લેશે

ગુજરાત સરકાર દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે રાજ્યકક્ષા એથી અનેક પ્રકારે પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે ગુજરાત દર જાન્યુઆરી માસમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરતું હોય છે. વર્ષ 2022 ના જાન્યુઆરી માસ દરમિયાન વાઇબ્રન્ટ સમિટ પૂર્વે રાજય સરકાર દ્વારા ગુજરાત સમિટનું આયોજન 9 જાન્યુઆરી ના રોજ કરવામાં આવેલું છે જેમાં ગુજરાત બેઝ એક હજારથી પણ વધુ સ્ટાર્ટઅપ સહભાગી થશે જ્યારે દોઢસો જેટલા સ્ટાર્ટઅપ ઈંક્યુબેટકર આ સમિટમાં ભાગ લેશે. ક્યાંક એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે વર્ષ 2022 નું વાઇબ્રન્ટ સમિટ સ્ટાર્ટ અપ માટે નવી ક્ષિતિજો સર કરનારું વર્ષ બની રહેશે.

બીજી તરફ દિનપ્રતિદિન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ને વધુ ને વધુ પ્રાધાન્ય મળતું રહે તે માટેના અનેક પ્રયત્નો લેવામાં આવી રહ્યા છે જેમાં તેઓને સરળતાથી લોન મળી શકે એટલું જ નહીં સાથોસાથ તેઓ તેમના સ્ટારતાપને  વેગવંતુ બનાવે તે માટે પણ તમામ ઉત્સાહિત લોકોને પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. ગુજરાત જે સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરી રહ્યું છે તેમાં નાણા આપતી એજન્સી, ઈંક્યુબેટર, ઉદ્યોગ સાહસિકો સાથે લઘુ અને મધ્યમ ઉદ્યોગો પણ સહભાગી થશે અને લોકોના સ્ટાર્ટઅપ અંગે વિશેષ માહિતી એકત્રિત કરશે.

માહિતી અનુસાર આ સમિટમાં ગુજરાતના 1000થી વધુ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ ની સાથે 150 જેટલા ઈંક્યુબેટરો પણ સહભાગી થશે. એટલું જ નહીં લઘુ અને મધ્યમ ઉદ્યોગો ના ઉદ્યોગ સાહસિકો કે જેઓએ તેમના ઉદ્યોગોને નવી ઊંચાઈ અપાવી છે તેઓ પણ આ સમિટમાં ભાગ લઇ નવા ઉદ્યોગસાહસિકો ને પ્રોત્સાહિત કરશે. આખો દિવસ ચાલનારી આ સમિટમાં ઇનોવેટર સાથે વેન્ચર કેપિટલિસ્ટ પણ ઉપસ્થિત રહેશે.

તો સાથ આ સમિટમાં ઈંક્યુબેસન સેન્ટરોનો શો-કેસ પણ કરવામાં આવશે જેમાં કેવી રીતે આ પ્રકારના ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ ચલાવવા માટે શિક્ષણ આપવામાં આવે છે તે અંગેનું પણ પ્રદર્શન યોજાશે ક્યાંકને ક્યાંક એ વાતની પણ પુષ્ટી થઇ રહી છે કે આ સમિટમાં વિદેશી રોકાણકારો પણ ઉપસ્થિત રહેતા અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.