Abtak Media Google News

અબતક નવી દિલ્હી:

દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (ડીડીયુ-જીકેવાય) હેઠળ 15 થી 21મી ઓકટોબર દરમિયાન CxO- ચીફ એક્સપિયરિંગ ઓફીસર્સની બેઠક શ્રેણીમાં 18 પ્રમુખ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓએ હાજરી આપી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ યોજાયેલી આ બેઠકને આસામ, ઝારખંડ, મધ્ય પ્રદેશ (એમપી), તામિલનાડુ (ટીએન) અને ગુજરાતના રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (એસઆરએલએમ) દ્વારા સુવિધા આપવામાં આવી હતી.

ગુજરાતમાં વર્ચ્યુઅલ CxO બેઠક

SRLM અને ઉદ્યોગ નિષ્ણાતો વચ્ચેની મંત્રણા દરમિયાન એમ નોંધવામાં આવ્યુ હતું કે લોજિસ્ટિક્સ ક્ષેત્ર એક આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે અને ઈ-કોમર્સ પ્લેટફોર્મને વેગ મળી રહ્યો છે તે જોતાં ક્ષેત્રમાં તાલીમબદ્ધ માનવશક્તિની રોજગારીની તકોમાં વધારો થયો છે. એમ પણ નોંધવામાં આવ્યું હતું કે ઉમેદવારોને રોજગારીની યોગ્ય તક મળી રહે તે સુનિશ્ચિત કરવા નવા ઔદ્યોગિક જોડાણ, ટ્રેનિંગ ભાગીદાર અને ઉદ્યોગો વચ્ચે પરસ્પરની સમજૂતીથી ડીડીયુ-જીકેવાય પ્રોગ્રામ હેઠળ તાલીમ લેનારા તાલીમાર્થીઓને રોજગારીની યોગ્ય તકો પૂરી પાડી શકાશે.

ઝારખંડમાં વર્ચ્યુઅલ CxO બેઠક

વિવિધ ક્ષેત્રો અને ક્ષેત્ર કૌશલ્ય પરિષદોના ઉદ્યોગ અગ્રણીઓ ભાવિ પેઢીઓ માટે ઉત્સાહપૂર્ણ શ્રમ બજારને આગળ વધારવાના પ્રયાસો પર ચર્ચા કરવા અને વિચાર-વિમર્શ કરવા માટે એકત્રિત થયા હતા. આ બેઠકમાં ભાગ લેનારા કેટલાક ક્ષેત્રમાં ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી રીટેઈલ, લોજિસ્ટિક એન્ડ એપેરલ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, આઇટી-આઇટીઈએસ, ઓટોમેટિવ્સ, રિન્યુએબલ એનર્જી, કૃષિ, હેલ્થકેર, કન્સ્ટ્રક્શન, કેપિટલ ગુડ્સ, પ્રોડક્શન વગેરેનો સમાવેશ થતો હતો. CxOની બેઠક તેના તમામ હિસ્સેદારો માટે કેવી રીતે પ્લેટફોર્મ પુરવાર થઈ શકે છે તે અંગે બીએમડબ્લ્યુ, હુન્ડાઇ, ધ પાર્ક હોટેલ, બાર્બેક્યુ નેશન, લીલા પેલેસ, ઓબેરોય એન્ડ ટ્રાયડેન્ટ-મુંબઈ, વિવાન્તા, વાઉ! મોમો ફૂડ્સ પ્રાયવેટ લિમિટેડના સિનિયર મેનેજમેન્ટે પોતાના વિચારો પ્રદર્શીત કર્યા હતા અને ટ્રેનિંગ હિસ્સેદાર અને માલિકો તથા કર્મચારીઓ વચ્ચે નિયમિત વાર્તાલાપના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આસામમાં વર્ચ્યુઅલ CxO બેઠક

ભાગ લેનારા દરેક રાજ્યએ વેપાર પર ખાસ ભાર મૂક્યો હતો – આસામ (ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી), ઝારખંડ (રિટેલ, ટુરિઝમ, ફાઇનાન્સ, લોજિસ્ટિક એન્ડ એપેરલ), મધ્ય પ્રદેશ (લોજિસ્ટિક એન્ડ એપેરલ), ગુજરાત (બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કીલ કાઉન્સિલ, હેલ્થ કેર સેક્ટર સ્કીલ કાઉન્સિલ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, લોજિસ્ટિક સેક્ટર સ્કીલ કાઉન્સિલ, આઇટી-આઇટીઈએસ, કેપિટલ ગુડ્સ વગેરે), તામિલનાડુ (ઓટોમેટિવ)નો સમાવેશ થતો હતો.

મધ્ય પ્રદેશમાં વર્ચ્યુઅલ CxO બેઠક

આ ઉપરાંત દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (ડીડીયુ-જીકેવાય) પ્રોગ્રામ હેઠળ તાલીમ લેતા ઉમેદવારોની કારકિર્દીની પ્રગતિ અને રિટેન્શન, તાલીમ, રોજગારી અને રોજગારી બાદની મદદ જેવા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુશળ માનવશક્તિની અછતને દૂર કરવા, કુશળ માનવશક્તિની સામયિક માગને પ્રતિસાદ આપવા, પગાર, મહિલા ઉમેદવારોની ભરતીમાં અમુક ક્ષેત્રોની પસંદગી વગેરેમાં SRLMની ભૂમિકા અંગે દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પ્રોગ્રામ હેઠળ મદદ અંગે પણ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

તામિલનાડુમાં વર્ચ્યુઅલ CxO બેઠક

દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (ડીડીયુ-જીકેવાય) વિશે
વૈશ્વિક ધોરણો સાથે બેન્ચમાર્ક વેતન પ્લેસમેન્ટ-લિંક્ડ પ્રોગ્રામ્સનો મહત્વકાંક્ષી એજન્ડા સાથે દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (ડીડીયુ-જીકેવાય)ની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) હેઠળના ગ્રામ્ય વિકાસ મંત્રાયલ (એમઓઆરડી) દ્રારા રોજગારી સ્કીલ લિંક ડેવલપમેન્ટ પ્રોગ્રામને 2014ની 25મી સપ્ટેમ્બરે દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના તરીકે આવરી લેવામાં આવ્યા હતા. ડીડીયુ-જીકેવાય એ રાષ્ટ્રવ્યાપી પ્લેસમેન્ટ લિંક ટ્રેનિંગ પ્રોગ્રામ છે જે ગ્રામ્ય વિકાસ મંત્રાલય (એમઓઆરડી), ભારત સરકાર (જીઓઆઈ) દ્વારા ફંડ પ્રાપ્ત કરે છે. હાલમાં આ પ્રોગ્રામ 27 રાજ્ય અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશમાં અમલી છે અને 57 ક્ષેત્ર તથા 616 જોબ રોલ હેઠળ સમગ્ર દેશમાં 2369 તાલીમ કેન્દ્રો ધરાવે છે. ડીડીયુ-જીકેવાય હેઠળ 2021ની 30મી સપ્ટેમ્બર સુધીમાં 11.09 લાખ ઉમેદવારોને તાલીમ અપાઈ છે અને 7.13 લાખને નોકરી અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.