સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે લોકો ઉંચા વ્યાજે પૈસા લઈને ફસાતા હોવાથી લોન મેળાનું આયોજન કરાયું હતું. તેમજ વ્યાજના ખપ્પરમાં ફસાયેલાં લોકો માટે પોલીસ દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી હતી. વરાછા વિસ્તારના 100 જેટલાં લાભાર્થી હાજર રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ દ્વારા લોકોને લોન સરળતાથી મળે તે હેતુથી આયોજન કરાયું હતું. વરાછા પોલીસ અને વરાછા બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જે લોકોને જરૂરિયાત હોય તેને નજીવા વ્યાજે લોન આપાશે.
સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વ્યાજના જાળામાં ફસાયેલા લોકોને રાહત આપવા માટે પોલીસ દ્વારા એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાજખોરોની ચુંગલમાંથી મુક્તિ આપવાનું એક પગલું ભરવામાં આવ્યું છે. 100 જેટલાં લાભાર્થી હાજર રહ્યા હતા.
100 લોકો આ મેળામાં હાજર રહ્યા હતા આપણે જોઈએ છીએ કે, ઘણા લોકો આર્થિક મુશ્કેલીમાં આવી જાય છે અને વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે પૈસા લેવા મજબૂર બને છે. આવી સ્થિતિમાં લોકો વધુને વધુ દેવાના બોજ હેઠળ દબાઈ જાય છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે પોલીસે આ લોન મેળાનું આયોજન કર્યું છે. વરાછા વિસ્તારના લગભગ 100 લોકો આ મેળામાં હાજર રહ્યા હતા અને તેમને લોન મેળવવાની તક મળી છે. જે લોકોને નાણાકીય મદદની જરૂર છે તેઓ આવા મેળાનો લાભ લઈ શકે છે.
વરાછા પોલીસ અને વરાછા બેંકના સંયુક્ત પ્રયાસથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકોને નજીવા વ્યાજે અને સરળતાથી લોન મળી રહે. આ મેળા દ્વારા વ્યાજખોરી જેવી સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે. લોકોને બેંકિંગ સિસ્ટમનો લાભ મળશે અને તેઓ વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થશે. આવા મેળાઓની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ. જેથી દરેકને તેનો લાભ મળી શકે. સુરત પોલીસની આ પહેલ ખરેખર સરાહનીય છે. આશા છે કે, આવા મેળાઓનું આયોજન ભવિષ્યમાં પણ થશે અને વધુને વધુ લોકોને તેનો લાભ મળશે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય