કોવિડગ્રસ્ત કન્ટ્રી વચ્ચે પણ નવા IPOની એન્ટ્રી…! રોકાણકારોની માનસિકતા બદલાઇ રહી છે..?

ભારતમાં કોવિડ-19 ની એન્ટ્રીને એક વર્ષ થયું.! એ એક એવો સમય હતો જ્યારે ઇકોનોમીનું શું થશે તેની કોઇ કલ્પના નહોતી. ત્રીજી એપ્રિલ-2020 ના રોજ ભારતમાં BSE સેન્સેક્સ 28000 થી નીચે બંધ રહ્યો હતો અને એ સમયે દેશમાં કુલ 3000 કેસ હતા. 2020 નાં એપ્રિલ થી જુન મહિના સુધીનાં ગાળામાં કોઇ નવો ઈંઙઘ આવ્યો નહોતો. મતલબ કે જનતામાં ઇકોનમીના મામલે એ ખૌફનો માહોલ હતો. યાદ રહે કે આજે એટલે કે એપ્રિલ-21 નાં પ્રથમ સપ્તાહમાં દેશમાં દૈનિક સરેરાશ 90,000 કેસ પોઝીટીવ આવે છે. જે સતત વધી રહ્યા છે. છતાંયે નાણાકિય વર્ષ 2021-22 ના પ્રારંભે એટલે કે એપ્રિલ-21 માં છ કંપનીઓ રોકાણકારો પાસેથી નાણા એકત્રિત કરવા આવી રહી છે. જો છેલ્લી ઘડીએ આયોજન પાછાં ન ઠેલાય તો છ કંપનીઓ મળીને કુલ આશરે 18000 કરોડ રૂપિયા એકત્રિત કરશે.

કંપનીઓના આ સાહસ શું સંકેત આપે છે ? અને એક વર્ષમાં એવું નવું શું થયું કે કેસ વધારે હોવા છતાં શેર બજાર શા માટે 50000 ના આંકડે ટકેલું છે? આ સવાલોના જવાબ ચર્ચતા પહેલા IPO લાવનારી કંપનીઓનાં નામ અને  આંકડા જોઇ લઇએ.

લોઢા ડેવલપર્સ ગ્રુપની કંપની મેક્રોટેક ડેવલપર્સ હવે શેર દિઠ 483 રૂપિયાથી 486 રૂપિયાનાં પ્રાઇસ બેન્ડ સાથે મુડીબજારમાંથી 2500 કરોડ રૂપિયા એકત્રિત કરશે. સૌ જાણે છે કે દેશનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા પાંચ વર્ષથી મંદીમાં દિવસો કાપી રહ્યું છે. જ્યારે લોઢા ગ્રુપ રોકાણકારો પાસેથી લીધૈલા નાણામાંથી જુની જવાબદારીઓ પુરી કરવા માગે છૈ.

બીજી કંપની ડોલ્ડા ડેરી સાઉથ ઇન્ડિયાની છે જે આશરે 800 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યુ લઇને આવશે. જેમાં પ્રમોટરોના એક રોડ જેટલા શેર રોકાણકારોને ઓફર કરશે તથા નવા 50 કરોડ રૂપિયાનાં શેર ફ્લોટ કરશે. અન્ય એક કંપની છે સેવન આયર્લેન્ડ શિપીંગ કંપની. કુલ 600 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે સેવન આર્યલેન્ડ 400 કરોડ રૂપિયાનાં નવા શેર ફ્લોટ કરશે જ્યારે પ્રમોટરોના શેર ઘટાડીને 200 કરોડ રૂપિયા એકત્રિત કરશૈ.

અગાઉ સોના કોમસ્ટાર નામે ઓળખાતી સોના બી.એલ.ડબળ્યુ પ્રિસિઝન ફોર્જીગ હવે મુડીબજારમાંથી 6000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની છે. જેમાં 5700 કરોડ રૂપિયા સિંગાપોર- VII , ટોપ્કો-III જેવી બ્લેકસ્ટોન ગ્રુપની કંપનીઓ પોતાનો હિસ્સો ઘટાડવા તૈયાર થઇ છે. આજરીતે બ્લેકસ્ટોન ગ્રુપની આધાર હાઉસિંગ ફાયનાન્સ 7300 કરોડ રૂપિયાનાં IPO સાથે મુડીબજારમાં આવવા તૈયાર થઇ રહી છે.  જેમાં રોકાણકાર માટે 1500 કરોડ રૂપિયાનાં નવા શેર ઉપરાંત  બ્લેકસ્ટોન તેના શેરનો હિસ્સો ઘટાડીને 5800 કરોડ રૂપિયા એકત્રિત કરશે.

ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ 700 કરોડ રૂપિયાનાં IPO માટે દસ્તાવેજો રેગ્યુલેટર સમક્ષ રજૂ કર્યા છે. જો બધું યોજના પ્રમાણે પાર પડે તો કે.આઇ.એમ એસ હોસ્પિટલ બજારમાંથી 700 કરોડ રૂપિયા એકત્રિત કરશે જેમાંથી 2 કરોડ થી વધારે શેર પ્રમોટર્સ  પોતાના માલિકી હકમાંથી ઓછા કરવાની તૈયારીમાં છે. તેમજ બાકીનાં નવા શેર ઇશ્યુ કરવાનું આયોજન છે.

જી હા, એક વર્ષ પહેલા એવો સવાલ હતો કે દેશ કઇ દિશામાં જશે? એક વર્ષમાં જો કાંઇ બદલાયું છે તો એ છે કોવિડ-19 ની વેક્સીન. ભલે વેક્સીનની અરકારકતા વિશે હજુ પણ પ્રયોગો ચાલી રહ્યા છે પણ લોકોને એક ભરોસો બેઠો છે કે તેમને કોવિડ-19 મહામારીથી બચાવવા માટે કાંઇક છે. બીજું છે જાગૄતિ, લોકો હવે કોવિડ-19 થાય તો શું કરવું એ સમજતા થયા છે.

આ ઉપરાંત માનવજાતને એક વાત સમજાઇ છે કે કોવિડ-19 એ આપણા જીવનનો એક હિસ્સો છે જેની સાથે જીવતા ટેવાવું પડશે, તેનાથી દૂર જઇને ઇકોનોમી અર્થાત રોજીરોટી ટકાવી શકાય નહી. યાદ રહે કે 2020 નાં આખા વર્ષમાં જાણીતી કંપનીઓનાં કુલ એકાદ ડઝન IPO આવ્યા છે જેમાં રોકાણકારોઐ 26600 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છૈ સામા પક્ષે 2021 માં પ્રથમ મહિનામાં જ આશરે 18000 કરોડ રૂપિયાનું મુડી રોકાણ આવશૈ.

બેશક, આખા વર્ષમાં આ આંકડો ઘણો મોટો જશે. ઐમાંથી કેટલા કમાવી આપશૈ અને કેટલા ડુબાડી જશૈ તેની આગાહી કરી શકે તેવી વેક્સીન હજુ શોધાઇ નથી.