Abtak Media Google News

બેડલોનની રીક્વરીમાં ૪૩ ટકાના વધારા સાથે બેંકોએ કરી રૂ. ૭૦ હજાર કરોડની વસૂલાત

પહેલાનાં સમયમાં લોનધારકો બેંકોને ધુંબો મારતા હતા પરંતુ સરકાર દ્વારા નાદારીનાં નવા કાયદાને અમલમાં લાવવાની સાથે જ પરીણામમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. બેડ લોનની રીકવરીમાં ૪૩ ટકાનો વધારો જોવા મળતાં ૭૦ હજાર કરોડની વસુલાત બેંકો દ્વારા કરવામાં આવી છે જેનું કારણ નાદારીનાં કાયદામાં ફેરબદલ થયો હોવાનું પણ સામે આવ્યું છે. ૨૦૧૮-૧૯નાં નાણાકીય વર્ષની વાત કરવામાં આવે તો ૯૪ કેસોમાં બેડ લોનની રીકવરી થઈ છે જેનાથી બેંકોને પણ અનેક ગણો ફાયદો થયો છે.

ચાલુ નાણાકીય વર્ષની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે રીકવરીનાં ટકા ૨૬.૫ ટકા જ રહ્યા હતા જે ૨૦૧૮-૧૯માં ૪૩ ટકા રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં બેંકો દ્વારા બમણી વસુલાત કરવામાં આવી છે. કારણકે ૨૦૧૭-૧૮માં બેંકો દ્વારા ૩૫,૫૦૦ કરોડ રૂપિયાની બેડ લોનની રીકવરી કરવામાં આવી હતી કે જે ૨૦૧૮-૧૯માં ૭૦ હજાર કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે.

ઈન્સોલ્વન્સી અને બેંક કરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયાનાં જણાવ્યા અનુસાર ૨.૨ લાખ કરોડ લોકો ૩ લાખ કરોડનાં દેણામાં આવી જતા નાદારી નોંધાવવાનાં આળે હતા પરંતુ નાદારીનાં નવા કાયદામાં ૪૪૫૨ કેસોમાં હકારાત્મક પરીણામ જોવા મળ્યું છે. એનપીએમાં પણ માર્ચ-૨૦૧૯નાં અંત સુધીમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે કે જે ગત વર્ષમાં ૧૧.૫ ટકા રહ્યું હતું.

આઈબીસી હેઠળ ૧૧૪૩ કેસો પડતર હોવાનું સામે આવ્યું છે જેમાં ૩૨ ટકા કેસો ૨૭૦ દિવસથી પેન્ડીંગ હોવાનું સામે આવતા આ તમામ કેસોનો નિકાલ ત્વરીત કરવામાં આવે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે પરંતુ એક વાત નકકી છે કે નાદારીનાં નવા કાયદાએ બેડ લોનની રીકવરીમાં ૪૩ ટકાનો વધારો કર્યો છે.

ભારતમાં લોન લેનાર લોકોની સંખ્યામાં ખુબ જ વધારો જોવા મળે છે પરંતુ નાદારીનાં કાયદામાં પહેલાનાં સમયમાં કોઈ સુધારો ન થતો હોવાનાં કારણે બેડ લોનની રીકવરીમાં બેંકોને પોતાના નાણા ગુમાવવા પડતા હતા પરંતુ આ અંગેની જાણ થતાં અને સંજોગોને જોતા સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં નાદારીનાં કાયદામાં ફેરબદલ કરી નવો કાયદો લાવવાની સાથે જ બેડ લોન રીકવરીમાં વધારો જોવા મળ્યો હતો.

હાલ લોકો જે બેંકો પાસેથી લોન લઈ રહ્યા છે ત્યારે તેમનાં દ્વારા હવે બેંકોને ધુંબા મારવામાં નહીં આવે. કારણકે સરકાર દ્વારા કાયદામાં ફેરબદલ થતાની સાથે જ રીકવરીનાં અંકમાં વધારો થશે અને બેંકોનાં એનપીએમાં પણ ઘટાડો થશે. પહેલાનાં સમયમાં લોકો બેંકોને ધુંબો મારતા હતા જેના કારણે બેંકોનાં એનપીએમાં પણ વધારો થતો હતો જેથી તેઓને આરબીઆઈ તરફથી મળતાં લાભો પુરતા પ્રમાણમાં મળતા ન હતા જે હવે ભુતકાળ થઈ જશે.

સતત ૧૦ દિવસ બાદ સેન્સેકસમાં ૨૨૦ પોઈન્ટનો સુધારો: સેન્સેકસ ૩૭,૫૩૮એ પહોંચ્યો

અમેરિકા અને ચાઈના વચ્ચે જે ટ્રેડવોર ચાલી રહ્યો છે જેનાથી વૈશ્વિક શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ભારતનાં શેરબજારમાં પણ છેલ્લા ૧૦ દિવસથી ઘટાડો થતો જોવા મળ્યો હતો ત્યારે ૧૦ દિવસ બાદ સેન્સેકસમાં ૨૨૦.૧૧ પોઈન્ટનો સુધારો થતાં સેન્સેકસ ૩૭,૫૩૮ અંકે પહોંચ્યો છે ત્યારે નિફટીમાં ૫૦.૮૫ પોઈન્ટનો વધારો જોવા મળતાં નિફટી ૧૧,૨૭૨.૯૦ પહોંચ્યો છે ત્યારે કહી શકાય કે હાલ શેરબજારમાં સુધારો જોવા મળી રહ્યો છે અને રોકાણકારોમાં પણ આ અંગે ચિંતા પ્રવર્તીત થતી હતી પરંતુ આજે બજારમાં સુધારો થતા લોકોને હાશકારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.