Abtak Media Google News

સેન્સેક્સ પિસ્તાળીસ હજારને પાર, સેન્સેક્સ ઓલ ટાઇમ હાઇ.., શેરબજારમાં ફૂલ ગુલાબી તેજી..! શેરબજારમાં દિવાળી પછી ફરી દિવાળી..! ગત સપ્તાહે આવા તો કાંઇ કેટલાયે મથાળા સાથે અખબારોમાં શેરબજારની તેજીનાં વખાણ વાંચવા મળ્યા. હા વાત સાચી છે કે ગત સપ્તાહે જોરદાર ઉછાળા સાથે ભારતનાં શેરબજારોએ રોકાણકારોને નવી દિશા દેખાડી છે. જોકે અહીં એ સવાલ મોટો છૈ કે શેરબજારના ઇન્ડેક્ષમા સુધારાનું કારણ શું? શું શેરબજારમાં શેરોના ભાવની તુલનાએ સેન્સેક્સ ઉપર અસર જોવા મળે છે?

સરકાર આજે ખેડૂતોને ખુશ કરવામાં વ્યસ્ત છે, તેથી  વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તરફ તેનું ધ્યાન નહોય એવું લાગે પરંતુ સાવ એવું પણ નથી. આગામી બજેટ સૌના ખિસ્સામાં નાણા બચે એવું આપવાનાં સંકેતો તો મળી જ ગયા છે. વળી આ સિવાયનો સરકાર પાસે બીજો કોઇ વિકલ્પ પણ નથી.!શેરબજારની છલાંગ પાછળનાં કારણો જોઇએ તો રિઝર્વ બેંકે વ્યાજનાં દર બદલ્યા વિના યથાવત રાખ્યા છૈ જેની બજાર ઉપર હકારાત્મક અસર રહી છે. કોવિડ-૧૯ ની વેક્સીન હાથ વેંતમાં હોવાના અહેવાલો બાદ બજાર હવે દિશા બદલી શકે છૈ એવી આશા સાથે રોકાણકારોની સામુહિક એન્ટ્રી થઇ હોઇ શકે છૈ, GDP અગાઉની ધારણા કરતા વધારે સારા સંકેત આપે તે પણ સારા અહેવાલ છૈ. એરિકામાં નવા પ્રમુખની સ્થાપના તથા બાયડેનની નિયુક્તિ નજીકમાં હોવાના સંકેત મળે છે.  આ ઉપરાંત બમ્પર ખરિફ પાક અને ઉજળા રવિ પાકની આશાઓ વગેરે..વગેરે..!

કોરોના મહામારીની ગંભીર અને વ્યાપક અસરમાંથી શેર બજાર પણ બાકાત રહ્યું નથી. પરંતુ હાઈ રીકવરીરેટ, રસીના એંધાણ જેવા પરિબળોની અસરકર્તાને કારણે અન્ય દેશોની સરખામણીમાં ભારતીય શેરબજારની સ્થિતિ સારી રહી છે. આ મહામારી વચ્ચે પણ રેકોર્ડ બ્રેક રૂપીયા ૩૫ લાખ કરોડના રોકાણ આપ્યા છે. ગત નવેમ્બર માસમાં છેલ્લા ૧૨ વર્ષનો રેકોર્ડ તુટયો છે અને સૌથી હાઈએસ્ટ રોકાણ થયા છે. જેની પાછળનું મુખ્યત્વે કારણ ભારતીય શેર બજારની પરિપકવતા તો ગ્રાહકોની વર્તુણક ગણી શકાય.

અગાઉના સમયની સરખામણીએ ભારતીય શેર બજાર વધુ પરીપકવ થઈ ઉઠ્યું છે. શેર બજારમાં રોકાણ કરવા માટે ઉંડુ રીસર્ચ અને ખાસ વિશ્ર્લેષણની જરૂર રહે છે. પરંતુ અત્યારની ભાગદોડવાળી લાઈફમાં સમયનાં અભાવે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમનો સહારો લઈ રહ્યા છે. આને લીધે સચોટતા વધુ કાયમ બનતા રોકાણકારો વધુ ઝંપલાવી રહ્યા છે. તો બીજી તરફ અત્યારના ડીજીટલ યુગમાં શેર બજાર પર ‘ગ્રાહકોની વર્તુણક’ ખાસ અસર ઉપજાવે છે. કોરોનાને કારણે છેલ્લા છ માસમાં ડીજીટલ સેવાનો ઉપયોગ અનેક ગણો વધ્યો છે. લોકો ડીજીટલ તરફ વધુ વળ્યાં છે. આ ક્ધઝયુમર બિહેવીયરે માર્કેટ પર અસર ઉપજાવી છે. જેના પરિણામ સ્વ‚પ શેર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અને આગામી સમયમાં પણ બજાર ટનાટન જ રહેશે તેવો મજબુત આશાવાદ છે.

અમેરિકાનાં SP ૫૦૦ થી માંડીને બ્રિટનનો FTSE ૧૦૦ તથા જર્મનીના ઉઅડ અને જાપાનના NIKKEI,, ભારતનાં BSE સેન્સેક્સ, કોરિયાના KOPSI તથા હેંગસેંગ સહિતનાં એશિયન શેરબજારોના ભુંડા હાલ હતા. એ વખતે માત્ર ચીનની ખરાબ હાલતના કારણે વૈશ્વિક બહુરાષ્ટ્રિય કંપનીઓના વેચાણ તથા પ્રોફિટમાં મોટા ગાબડાં પડવાના શરૂ થયા હતા.  ફેબ્રુઆરી-૨૦ અને માર્ચ-૨૦ માં વિશ્વની આ હાલત હતી ત્યારે વિશ્વ કઇ દિશામાં જશૈ તે કોઇ કહી શકતું નહોતું. આજે હજુ વેક્સીન આવવાનાં સંકેત મળ્યા છૈ ત્યારથી રોકાણકારોમાં નવો આત્મવિશ્વાસ આવ્યો છૈ. આમેય તે તેજી અને મંદીમાં  આર્થિક કરતા માનસિક પરિબળો વધારે અસર કરતા હોય છૈ. એકવાર લોકોને ભરોસો બેસી જાય તો આ સેન્સેક્સને ૫૦૦૦૦ થતાં વાર નહી લાગે એ પણ નક્કી છે.   સરકારનું GSTનું કલેકશન ફરી પાછું એક લાખ કરોડનો આંકડો વટાવવા માડ્યું છે.

મતલબ કે સરકારી તિજોરીમાં નાણા આવશે તો આગામી બજેટમાં સરકારને રાહતો પણ આપવી જ પડશૈ. આજની ઘડીઐ રોકાણકારોઐ માત્ર છેતરામણી સ્ક્રીપ્ટોથીદૂર રહેવું પડશૈ. આજના શેરબજારો કેળાની છાલ ઉપર પગ મુકીને ચાલવા જેવા છે. નો ડાઉટ બજાર રિકવરી તરફી છે જ માત્ર સારા શેરમાં નાણા રોકવાની જરૂર. છે. હવે જો કોઇએ નવા રોકાણ કર્યા હોય અને હવે આ સ્તરે બજાર તુટે તો શું કરવુ? ગભરાટમાં આવીને તુરત જ આડધડ વેચાણ કાપી નાખવાનાં બદલેથોડો સમય શેરબજારને ભુલી જવાનૂ રહેશૈ. થોડા સમયબાદ ફરી થી જ્યારે બજાર દિશા બદલે ત્યારે ફરી તમારૂ રોકાણ ગ્રીન ઝોનમાં આવી જશૈ.  હા, હવે બજારો ફરી રિકવર થઇ શકે છે. સોનાનાં ભાવ ઘટી શકે છે, તો ક્રુડતેલનાં ભાવ વધી પણ શકે છે. આવા સંજોગોમાં ચેતીને ચાલો તો ખાડામાં નહી પડો એ વાત નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.