Abtak Media Google News

અગાઉ કોર્પોરેશન રોજ ૧૨૦૦ થી ૧૫૦૦ પ્રમાણપત્ર ઈશ્યુ કરતું હતું ,ઈ-ઓળખ પોર્ટલ સિસ્ટમ અમલી બન્યા બાદ હવે માંડ ૬૦૦  દાખલાઓ જ નીકળે છે

રાજ્યભરમાં તમામ સ્થળેથી લોકોને જન્મ અને મરણના પ્રમાણપત્ર એક જ સરખા મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા પોતાના લાઈવ પોર્ટલ ઈ-ઓળખના માધ્યમથી ગત ૧લી ઓકટોબરથી બર્થ એન્ડ ડેથ સર્ટિફિકેટ આપવાનું શરૂ કર્યું છે.લોકોની સાનુકૂળતા માટે અમલમાં મૂકવામાં આવેલી આ સિસ્ટમ વાસ્તવમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.અગાઉ ગણતરીની સેક્ધડોમાં જ લોકોને જન્મ કે મરણના પ્રમાણપત્ર મળી રહેતા હતા.હવે આ પોર્ટલના માધ્યમથી મિનિટો સુધી પ્રમાણપત્ર મળતા નથી. પરિણામે સિવિક સેન્ટરો ખાતે અરજદારોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.મહાપાલિકા દ્વારા પોતાની સિસ્ટમ અંતર્ગત રોજ ૧૨૦૦થી ૧૫૦૦ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવતા હતા.દરમિયાન ઈ-ઓળખ પોર્ટલ હાલના માધ્યમથી હવે દૈનિક માત્ર ૬૦૦ પ્રમાણપત્ર જ માંડ નીકળે છે.

Dsc 2006

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા ગત ૧લી ઓકટોબરથી લાઈવ પોર્ટલ ઈ-ઓળખ ના માધ્યમથી લોકોને જન્મ અને મરણના પ્રમાણપત્ર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ મહાપાલિકા દ્વારા પોતાના સોફ્ટવેર ના માધ્યમથી આવા પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવતા હતા જે એટલો સરળ હતો કે વધીને ૩૦ થી ૪૦ સેક્ધડમાં અરજદારને પ્રમાણપત્ર મળી જતું હતું.ઈ-ઓળખ પોર્ટલ પર આવે અને સ્થળ જગ્યાએ એન્ટ્રી કરવાની હોવાના કારણે જન્મ-મરણનું પ્રમાણપત્ર આપવા માટે ઓછામાં ઓછી આઠથી દસ મિનિટ લાગી જાય છે.જેના કારણે સિવિક સેન્ટર ખાતે અરજદારોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.અગાઉ મહાપાલિકા દ્વારા દૈનિક સરેરાશ ૧૨૦૦ થી લઇ ૧૫૦૦પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવતા હતા. પરંતુ હવે નવા પોર્ટલ પર આ બધી સિસ્ટમ અમલી બનતા માંડ ૬૦૦ પ્રમાણપત્ર આપવામાં આવે છે.આ ઉપરાંત ક્યારેક રાજ્યભરમાં સર્વર ડાઉન હોવાના કારણે કે નેટ અત્યંત ધીમું ચાલતું હોવાની સમસ્યા સર્જાતા લોકોને કલાકો સુધી રાહ જોવા છતાં પ્રમાણ પત્ર મળતા નથી.લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા ઓળખ પોર્ટલ ની શરૂઆત કરવામાં આવી છે પરંતુ ખરેખર આ નવી સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી રહી છે.છેલ્લા બે દિવસથી  મહાપાલિકાના સિવિક સેન્ટર ખાતે જન્મ મરણના દાખલા મેળવવા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.સર્વર  ધીમુ ચાલતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે.પરિણામે કલાકો સુધી રાહ જોવા છતાં લોકોને પ્રમાણ પત્ર મળતા નથી.આ નવી સિસ્ટમથી ખુદ મહાપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે.અગાઉ માત્ર ગણતરીની સેક્ધડોમાં લોકોને પ્રમાણપત્ર મળી જતા હોવાના કારણે કોઈ તકલીફ ઊભી થતી નથી  પરંતુ હવે કલાકો સુધી રાહ જોવા છતાં પોતાનો વારો ન આવતો હોય અનેક વાર ઝઘડાનું સ્વરૂપ પણ ધારણ થઈ જાય છે.રાજ્ય સરકારે આ સિસ્ટમ ભલે રાજ્યભરમાં અમલવારી કરી હોય પરંતુ આ સિસ્ટમ ફેર વિચારણા કરવાની આવશ્યકતા છે દસ મિનિટ ઓપન એન્ટ્રી કર્યા બાદ એક પ્રમાણપત્ર નીકળે છે જેથી લોકોની સુવિધા વધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.