Abtak Media Google News

કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. 4 દિવસથી સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ પડી રહ્યો છે.

1 6જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં અતિભારે વરસાદ પડ્યો છે. સતત મેઘાવી મહેરના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીર આવ્યા છે. હજુ ચોમાસું બેઠ્યાંને 20 દિવસ જ થયાં છે ત્યાં સૌરાષ્ટ્રના 36 ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી છે.

2 2તેમાંથી પણ 12 ડેમ 100 ટકા, 13 ડેમ 90 ટકા અને 11 ડેમ 80થી 90 ટકા સુધી ભરાયા છે. જળ સંપતિ વિભાગની વેબસાઈટમાં રજૂ કરવામાં આવતી દૈનિક જળાશયોના લેવલની યાદીમાં 36 ડેમમાંથી 25 ડેમમાં પાણીનું લેવલ 90 ટકથી વધુ હોવાથી તેને હાઈએલર્ટ જાહેર કરાયા છે. જ્યારે 11 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.3 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.