ન્યુઝિલેન્ડ 62 રનમાં ઓલઆઉટ: ભારતનો ટેસ્ટ શ્રેણી પર કબ્જો નિશ્ચિત

ન્યુઝિલેન્ડનો ટેસ્ટ ઈતિહાસનો સૌથી લો-સ્કોર: અશ્ર્વિન-4, સીરાજ-3,  અક્ષર-2, જયંતે 1 વિકેટ ખેડવી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતના બોલરોએ તરખાટ મચાવતા મહેમાન ટીમ માત્ર 62 રનમાં તંબુ ભેગી થઈ ગઈ છે. જેમાં ભારત તરફથી  અશ્ર્વિન-4, સીરાજ-3,  અક્ષર-2, જયંતે 1 વિકેટ ખેડવી હતી. ન્યુઝિલેન્ડની ટેસ્ટ ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો છે. ભારતે ફોલોઓન આપવાને બદલે બેટ્સમેનોને વધુ પ્રેક્ટિસ થાય તે માટે ફરીથી બેટીંગ કરવાનો નિર્ણય ર્ક્યો છે.

સમગ્ર સિરીઝમાં વાનખેડે સ્ટેડિયમનો રૂખ સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે. દરિયાકાંઠે આવેલું સ્ટેડિયમ અને તેમાં પણ શિયાળાનું ભેયયુક્ત વાતાવરણ પિચને ખૂબ અસરકર્તા છે જેના કારણે પિચ પર ક્યારે બાઉન્સ મળશે અને ક્યારે બોલ વધુ સ્પિન થશે તેનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. આ આજ કારણ છે કે, ભારતની વિકેટ બીજા દિવસે ધડાધડ પડી અને ત્યારબાદ ન્યુઝીલેન્ડની વિકેટ પડતા પણ વાર નથી લાગી.

પ્રથમ ઈનિંગની શરૂઆતની સાથે જ મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડને ડબલ ઝટકા આપ્યા છે. 10 રન પર ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ અને 15 રન પર બીજી વિકેટ પડી છે. વિલ યંગ 4 રન પર અને ટોમ લેથમ 10 રન બનાવી આઉટ થયા હતા. 17 રન પર ત્રીજી વિકેટ પડી છે. રોસ ટેલર 1 રન બનાવી આઉટ થયો છે. ત્રીજી વિકેટ પણ સિરાજે લીધી. મિચલ પણ 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેમજ હેનરી નિકોલસ 7 રને આઉટ થયો હતો. ટોમ 8 રન બનાવી અશ્ર્વિનનો શિકાર થયો હતો. જ્યારે રવિન્દ્રને ફક્ત 4 રનમાં જ જયંત યાદવે પેવેલીયન ભેગો કરી દીધો હતો. જેમિસન હાલ 10 રને પીચ પર ઉભો છે પરંતુ સામા છેડે આવેલા ટીમ સાઉધીને અશ્ર્વિને ઝીરો રને પેવેલીયનનો રસ્તો બતાવ્યો હતો.

ભારતીય ટીમ વતી મોહમદ સીરાજ અને અશ્ર્વિને 3-3 વિકેટ ચટકાવી હતી. જ્યારે અક્ષર પટેલ અને જયંત યાદવે 1-1 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ ઈનિંગ્સમાં 325 રનનો સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું છે. અક્ષર પટેલે પોતાની ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફ્ટી લગાવી. મયંક અગ્રવાલના 150 રન અને અક્ષર પટેલની લડાયક 52 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગ્સમાં 325 રનનો સ્કોર કર્યો છે. ઓપનર મયંક અગ્રવાલે શાનદાર 150 રનોની ઈનિંગ્સ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં મયંકનો આ ત્રીજો 150 નો સ્કોર છે. જોકે તે તેની આ ઈનિંગ્સ આગળ ન વધારી શક્યો અને એજાઝ પટેલના બોલ પર આઉટ થયો. મયંક અને અક્ષરે 7મી વિકેટ માટે 168 બોલ પર 67 રન જોડ્યા હતા.

વિરાટ ફરી વિવાદિત અમ્પાયરિંગનો શિકાર બન્યો થર્ડ અમ્પાયરના નિર્ણય સામે અનેક સવાલો ઉઠ્યા

ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી ફરી એકવાર વિવાદિત અમ્પાયરિંગનો શિકાર બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમાં વિરાટ કોહલીના બેટની ઈન્સાઈડ એડ્જ લીધા પછી બોલ પેડ પર વાગ્યો હોવા છતાં તેને થર્ડ અમ્પાયર વિરેન્દ્ર શર્માએ આઉટ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતીય ટીમની પ્રથમ ઈનિંગની 30મી ઓવર કરવા માટે કિવી ટીમનો ખેલાડી એજાઝ પટેલ બોલિંગ કરવા આવ્યો હતો. તેણે આ ઓવરના બીજા બોલ પર ચેતેશ્વર પૂજારાને ક્લીન બોલ્ડ કર્યો હતો અને ત્યાર પછી છેલ્લા બોલ પર વિરાટની વિકેટ લેતાં વિવાદ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી ડિફેન્ડ કરવા ગયો હતો, ત્યારે તેની વિરુદ્ધ કિવી ટીમે એલબીડબ્લ્યુ અપીલ કરી હતી, જેને ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ આઉટ આપી દેતાં વિરાટે ડીઆરેસની સહાય લીધી હતી. જેમાં પણ બોલ પ્રથમ બેટને છ કર્યો હોવાનું સ્પષ્ટપણે દેખાવ છતાં થર્ડ અમ્પાયરે કોહલીને આઉટ આપતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદિત નિર્ણય બાદ ભારતીય કપ્તાન કોહલી અને ફિલ્ડ અમ્પાયર વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી.