ભારતમાં કોરોનાની ભયાનક સ્થિતિ જોઈ આ ક્રિકેટર ચોધાર આંસુએ રડ્યો હતો, જણાવી આપ વીતી

કોરોનાની બીજી લહેરનો પ્રકોપ IPLની 14મી સિઝન પર પડ્યો હતો. તેથી સિઝનને મુલત્વી રાખવી પડી. આ સાથે જેટલા ખેલાડી અથવા ટિમ મેમ્બર કોરોના સંક્રમિત હતા તે બધાને આઇસોલેટ કરાયા હતા. તેમાં ન્યૂઝીલેન્ડનો ખેલાડી સેઇફર્ટ પણ સામીલ હતો. હાલમાં સેઇફર્ટ પોતાનો અનુભવ મીડિયા સાથે શેર કરતા ભાવુક થઈ ગયો હતો.

ટિમ સેઇફર્ટ જ્યારે ભારતમાં પોતાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછીના અનુભવો અંગે વાત કરતા તેની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. જયારે એની ટીમના અન્ય સાથી ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઇટથી પોતાના વતન જવા માટે નીકળી ગયા હતા. કોરોના સંક્રમણના કારણે પોતાને આઇસોલેટ રહેવું પડ્યું હતું.

IPL 2021માં ટિમ સેઇફર્ટ કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતો. ટૂર્નામેન્ટ સ્થગિત થવાને કારણે ન્યુઝીલેન્ડના સાથી ખેલાડીઓ સાથે સેઇફર્ટ પણ વતન પરત ફરવાની તૈયારીઓ કરી રહ્યા હતો. જેમાં કોવિડ પ્રોટોકોલ અંતર્ગત તેને RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, આ ટેસ્ટમાં હલકા લક્ષણ સાથે એને પોઝિટિવ આવતા ભારે ચિંતામાં મુકાઇ ગયો હતો. ટિમ સેઇફર્ટ અત્યારે ન્યુઝીલેન્ડમાં પોતાના ઘરે 14 દિવસના આઇસોલેશન પર છે. આ દરમિયાન એણે ઓનલાઇન વાતચીતમાં ભાગ લીધી હતી, જેમાં પોતાના કોવિડ અનુભવો અંગે જાણ કરતા સમયે તે ભાવુક થયો હતો.


KKR અને CSKના CEOએ ઘણી મદદ કરી

સેઇફર્ટની સારવાર પણ ચેન્નઇ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઇકલ હસી સાથે ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં કરાયો હતો. આ અંગે તેણે જણાવ્યું હતું કે જ્યારે મને જાણ થઇ કે હું કોરોના પોઝિટિવ છું, ત્યારે જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઇ હોય એવો અનુભવ થયો હતો. મને નકારાત્મક વિચારો પણ આવવા લાગ્યા હતા, કે બીમારીના કારણે મને આમ થયું તો? તેમ થયું તો?

આટલું કહેતાની સાથે જ એ થોડો ઢીલો પડી ગયો હતો, એણે પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવ્યો અને પછી ફરીથી વાતચીતને આગળ વધારી હતી. સિફર્ટને KKRએ ગત સીઝનમાં યૂએસના ફાસ્ટ બોલર અલી ખાનના સ્થાન પર સાઇન કર્યો હતો અને ફેબ્રુઆરીમાં નિલામી સમયે પણ પહેલા સેઇફર્ટને રિટેન કરાયો હતો. જોકે, IPLની આ સીઝન સ્થગિત થઇ એ પહેલા સેઇફર્ટને એકપણ મેચ રમવાની તક અપાઇ નહોતી.

બ્રેન્ડન મેક્કલમ અને સ્ટીફન ફ્લેમિંગનો આભાર વ્યક્ત કર્યો

સેઇફર્ટે વધુમાં જણાવ્યું હતું કે તેઓએ આવા કપરા કાળમાં સાથ આપવા માટે બ્રેન્ડન મેક્કલમ અને સ્ટીફન ફ્લેમિંગનો આભાર વ્યક્ત કર્યો હતો. CSK અને KKRના CEOએ પણ આ સમયગાળા દરમિયાન મને સાજા થવામાં ઘણી સહાયતા કરી હતી અને સુનિશ્ચિત પણ કર્યું હતું કે, ‘હું ઝડપથી સાજો થઇ જઉં. જ્યારે મારે ન્યૂઝીલેન્ડ પરત ફરવાનો સમય આવ્યો ત્યારે પણ આ બંને CEOએ મારી સહાયતા કરી હતી. સમયના પ્રવાહ સાથે સુધારો પણ આવતો ગયો, મારે બસ એટલુ ધ્યાન રાખવાનું હતું કે હું સકારાત્મક વિચારો સાથે આ રોગથી બહાર આવું.’