Abtak Media Google News

ઈપીએફઓએ કર્મચારીઓના યુનિક આઈડી નંબરને આધાર સાથે જોડીને પીએફ રિટર્ન દાખલ કરવાની મુદતમાં વધારો કરી દેવાની જાહેરાતે અરજદારોમાં ભારે રાહતની લાગણી ફેલાઈ છે. એમ્પલોય પ્રોવિડન્ડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)એ રિટર્ન ફાઈલ કરવા માટે યુએએન સાથે આધાર જોડવાના આદેશોને લઈને અરજદારોમાં ભારે હડકંપ મચી જવા પામી હતી. તેની સામે કર્મચારીઓને રાહત આપતા એક નિર્ણયમાં આ મુદત 1લી સપ્ટેમ્બર 2021 સુધી વધારી દીધી છે.

જેનાથી શ્રમદાતાઓને પોતાના કર્મચારીઓના આધાર નંબર તેમના પીએફ ખાતા અથવા તો યુએન નંબર સાથે જોડવા માટે પુરતો સમય મળી જશે. આ અગાઉ ઈપીએફઓએ આ કામ માટે 1લી જુન 2021ની ડેડલાઈન નાખી હતી. ટૂંકી મુદતના કારણે નોકરીદાતા અને નોકરીયાતને ભારે મુશ્કેલી પડી હતી.

ઈપીએફઓ દ્વારા આધાર નંબર જોડવાની મુદત વધારી દેવાના જારી કરવામાં આવેલા આદેશો મુજબ આધાર આધારિત યુએન સાથે ઈલેકટ્રોનિક ચલણ એટલે કે પીએફ રિટર્નની રસીદ જમા કરવાના  મુદત વધારી 1લી સપ્ટેમ્બર 2021 કરી દેવામાં આવી છે. ઈપીએફઓ કચેરીને શ્રમ મંત્રાલય દ્વારા એક સુચના જારી કરવામાં આવી હતી. ત્યારબાદ આધાર નંબરનું જોડાણ અનિવાર્ય કરવાનો નિર્ણય લેવાયો હતો.

શ્રમ મંત્રાલયે આ માટે 3 મેના દિવસે સુચના આપી હતી જેમાં મંત્રાલય અને અન્ય સંસ્થાઓને સામાજીક સુરક્ષા અધિનિયમ અન્વયે લાભાર્થીઓ પાસેથી આધાર નંબર મંગાવ્યા હતા. હવે આ મુદતમાં વધારો થતાં નોકરીદાતા અને નોકરીયાતોને પીએફ  રિટર્નમાં આધાર જોડવા માટેનો પુરતો સમય મળી જશે. પ્રોવિડન્ડ ફંડ રિટર્ન ફાઈલ કરવા આધાર જોડવાની સમય મર્યાદામાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.