ફરીથી ધમધમી ઉઠશે ગુજરાત, સરકારી કચેરીઓ અને ખાનગી ક્ષેત્ર માટે આવ્યા રાહતના સમાચાર

ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઓછી કરવા રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉન સાથે બીજા અન્ય પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હાલ સંક્રમણનું પ્રમાણ ખુબ ઓછું થઈ રહ્યું છે, જયારે સરકાર દ્વારા એક પછી એક નિયમો હળવા કરવામાં આવ્યા છે. આંશિક લોકડાઉનમાં રાહત આપ્યા બાદ હવે સરકારી કચેરીઓ અને ખાનગીકરણ ક્ષેત્રે કામકાજના સમયને લઈ મોટી રાહત આપવામાં આવી છે.

રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતી કાલ શનિવાર 5 જૂનના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે, સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ઓફિસો અને ઉદ્યોગો ફરી ધમધમી ઉઠશે. બીજી લહેરન કારણે જે કામો અટકેલા હતા તેને ફરી પાછો વેગ મળશે. આ સાથે જે લોકોની રોજગારી પ્રતિબંધોના કારણે બંધ હતી તેને ફરી પાછું કામ મળશે.