અખબારોને હવે, સમાચાર માટે ગૂગલે “રોકડાં”આપવા પડશે !!

દિલ સચ્ચા ઓર ચહેરા જુઠ્ઠા

મહેનત અને ક્રિએશન ન્યુઝપેપરનું તો ગુગલ માત્ર સર્ચ એન્જીન માટે મસમોટો હિસ્સો છીનવી લે તે કેટલું યોગ્ય: ભારતીય ન્યુઝપેપર સોસાયટીએ ગુગલ પાસે ૮૫ ટકા સુધીનો વધારો માંગ્યો

ગૂગલ દ્વારા વર્ષે દહાડે ભારતીય અખબારોના આર્ટીકલ, સમાચાર અને કટીંગ સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને અઢળક રૂપિયા કમાવવામાં આવે છે. જેમાંથી કેટલાક સ્થળોએ કેટલોક હિસ્સો ગૂગલ પ્રકાશકોને આપે છે. પરંતુ ભારતીય ન્યુઝપેપરની મહેનત સામે આ રકમ નજીવી છે. જેથી તાજેતરમાં ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી દ્વારા ગુગલ સમક્ષ જાહેરાતના વળતરનો હિસ્સો ૮૫ ટકા સુધી વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

જાહેરખબરની વાત આવે ત્યારે ગૂગલ માટે ’દિલ સચ્ચા ઓર ચહેરા જુઠા’ ગીત વધુ ખરું કરે છે ગૂગલ દ્વારા માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા સહિતના ઘણાં દેશોમાં ન્યુઝ ક્ધટેન્ટની જાહેરાત બાબતે વિખવાદ ચાલી રહ્યો છે. એકંદરે ગુગલ પોતાના સર્ચ એન્જિનનો ગેરલાભ લેતું હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. ગૂગલે માત્ર ક્ધટેન્ટને લોકો સમક્ષ પહોંચાડવાનું જ હોય છે આવી સ્થિતિમાં ગુગલ જે જાહેરાત આવે તેમાંથી મોટો હિસ્સો પોતાની પાસે રાખી લે છે, સામા પક્ષે ન્યૂઝ પેપરના પ્રકાશકો પાસે વધુ હિસ્સો આવતો નથી. તાજેતરમાં ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીના પ્રતિનિધિઓ ગુગલને મળ્યા હતા.

વાયરલ વાયરસનું આવી બન્યું! અવૈદ્ય મેસેજનું મૂળ શોધી કઢાશે

વાયરલના વાયરસના કારણે દેશની અનેક બાબતોને નેગેટિવ અસર થવા પામી છે. જેના પરિણામે સોશિયલ મીડિયા પર ગેરકાયદે કોમેન્ટ કે પોસ્ટ કરનારનું મૂળ શોધી કાઢવા માટે તખ્તો તૈયાર થયો છે. પ્લેટફોર્મને આવા કિસ્સામાં ૭૨ કલાકમાં જ મેસેજનું મૂળ શોધી કાઢી સરકાર સમક્ષ હાજર કરવું પડશે. કોઈપણ વાંધાજનક ક્ધટેન્ટને ૨૪ કલાકમાં હટાવવું પડશે. પ્લેટફોર્મ્સને ભારતમાં નોડલ અધિકારી, રેસિડેન્ટ ગ્રિવાન્સ ઓફિસરને તૈનાત કરવી પડશે. દર મહિને કેટલી ફરિયાદોનો ઉકેલ આવ્યો તેની માહિતી આપવી પડશે. ઉપરાંત અફવાહ ફેલાવનાર પ્રથમ વ્યક્તિ કોણ છે, તેની માહિતી આપવી પડશે કારણ કે વાઈરલ ક્ધટેન્ટ ઝડપી ફેલાય છે. આમાં ભારતની સંપ્રભુતા, સુરક્ષા, વિદેશી સંબંધ, બળાત્કાર જેવા મહત્વની બાબતોનો સમાવેશ કરાશે.

ડિજિટલ મીડિયામાં ચારણો લાગશે!

સોશિયલ મીડિયામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી વેબસાઈટો, પોર્ટલ અને યુટ્યુબ ચેનલો ઉપર પણ સરકારના નિયંત્રણોની અસર થશે. ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ અને પબ્લિશર માટે સરકારે ખાસ ગાઇડલાઈન ઘડી કાઢી છે. હવે ક્યાં અને કેવી રીતે ક્ધટેન્ટ પ્રકાશિત થાય છે? સામગ્રી કઈ પ્રકારની છે? સબ્સ્ક્રાઇબર બેજ કેટલો છે? તે તમામ માહિતી  ૩૦ દિવસની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નિયમ અંતર્ગત આપવી પડશે. સરકાર દ્વારા આ પ્રકારના પગલાં ફેક ન્યુઝને રોકવા માટે પણ લેવાયા છે.