Abtak Media Google News

Screenshot 2 31 10 દિવસ વિઘ્નહર્તાની સ્થપાનાથી મીડિયા હાઉસમાં સર્જાયો હતો અનોખો ધર્મોલ્લાસ છવાયો : અંતિમ દિવસે અબતકના મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતાની ઉપસ્થિતિમાં મહાઆરતી અને મહાપ્રસાદ સાથે ગણેશજીનું ધામધૂમથી વિસર્જન

અબતક, રાજકોટ : અબતક મીડિયા હાઉસમાં 10 દિવસની વિઘ્નહર્તાની સ્થપના બાદ ગઈકાલે અંતિમ દિવસે વિઘ્નહર્તાને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. અબતક મીડિયા હાઉસના મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતાની હાજરીમાં સમગ્ર પરિવાર મહાઆરતી અને મહાપ્રસાદના જોડાયો હતો. ત્યારબાદ દુંદાળાદેવનું અબતક મીડિયા હાઉસમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું.

અબતકના આંગણે પણ હર્ષભેર દુંદાળાદેવને બિરાજમાન કરાયા હતા ત્યારે 10 દિવસ સ્ટાફ-પરિવાર દ્વારા સવાર-સાંજ આરતી-પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભકિતભાવ પૂર્વક ‘અબતક’નાં પરિવારજનો ગણપતિનું પૂજન કરી ધન્ય બન્યા હતા. આ દરમિયાન સમગ્ર મીડિયા હાઉસમાં ધર્મોલ્લાસ છવાયો હતો.  બાપાને દરરોજ નીત-નવી પ્રસાદી ધરી તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

ગઈકાલે  રવિવારે સવારે અબતક પરિવાર દ્વારા બાપાની મહાઆરતી કરી, તમામે મહાપ્રસાદ લીધો હતો અને ત્યાર બાદ 1 વાગે દુંદાળા દેવને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. મોરિયા રે બાપા મોરિયા રે અને અગલે બરશ જલ્દી આનાના નાદ સાથે જાણે ‘અબતક’ મીડીયા હાઉસ ગણપતિમય બન્યું હતું.

પર્યાવરણને ધ્યાને રાખીને અબતક પરિવારે દુંદાળાદેવની ઇકો ફ્રેન્ડલી મુર્તીનું સ્થાપન કર્યું હતું. ત્યારબાદ ગઈકાલે અંતિમ દિવસે અબતક પરિવારે મીડિયા હાઉસમાં જ ઢોલના તાલે નાચગાન સાથે પાણી ભરેલા પાત્રમાં બાપાનું વિસર્જન કરી ભાવભેર વિદાય આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.