Abtak Media Google News

દિલ્લી, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર સહિત અડધો ડઝન રાજ્યોમાં તપાસ એજન્સીના દરોડા

ભારતને આર્થિક મહાસતા બનાવવા અર્થતંત્રને પુરપાટ દોડાવવાની સાથોસાથ આતંકવાદને નેસ્તનાબૂદ કરવું અત્યંત જરૂરી છે. જે દિશામાં મોદી સરકાર સતત કાર્યરત છે. દેશની સુરક્ષા માટે સરહદ પાર બેઠેલા આતંકીઓ તો ઠીક પણ ઘરના ઘાતકીઓને ઠેકાણે પાડવા ખૂબ જરૂરી છે. ત્યારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા આશરે 6 જેટલા રાજ્યોમાં દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી એનસીઆર અનેક રાજયોમાં એક સાથે દરોડા પાડયા છે. આ ઉપરાંત એનઆઈએએ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં અનેક જગ્યાએ આ દરોડા પાડયા હતા.

આ કાર્યવાહી દેશમાં પોષણ પામી રહેલા આતંકીઓ-અપરાધીઓ અને તસ્કરોના નેટવર્કને તોડી પાડવા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 14 ઓકટોબરે પણ એનઆઈએએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લા સહિત અનેક જગ્યાએ દરોડા પાડયા હતા.દેશમાં વિકસી રહેલા આતંકીઓ-અપરાધીઓ અને તસ્કરોના નેટવર્કને ધ્વસ્ત કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે. અગાઉ કાશ્મીરમાં પાક.ની ડ્રોન ડિલીવરીને લઈને પણ એનઆઈએ દરોડાની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી પાક. દ્વારા ડ્રોન ડિલીવરીને લઈને થઈ હતી. પડોશી દેશ પાકિસ્તાનમાંથી છેલ્લા 9 મહિનામાં 191 ડ્રોન આવ્યા હતા.

ડ્રોનના માધ્યમથી હથિયારો અને માદક દ્રવ્યોની તસ્કરી વધી શકે છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ એનઆઈએએ ભારત અને વિદેશ સ્થિત આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને માદક પદાર્થોના તસ્કરો વચ્ચે ઉભરતી નેકસેસને તોડવા માટે આ કાર્યવાહી કરાઈ છ. એનઆઈએ દિલ્હી- એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંડીગઢ, બિહાર અને પટણાના ફૂલવારી શરીફમાં દરોડા ચાલુ છે.નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દેશભરમાં આતંકવાદી કનેકશનને લઈને ઘણા ગેંગસ્ટરોના ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શ કયુ છે. તપાસ એજન્સીએ એક સાથે 40 સ્થળોએ દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. વાસ્તવમાં એનઆઈએ ભારત અને વિદેશમાં સ્થિત આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ તસ્કરો વચ્ચે વધતી જતી સાંઠગાંઠને ખતમ કરવા માટે પંજાબથી લઈને હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીએનસીઆર ઘણા સ્થળોએ દરોડા પાડી રહી છે.

રિપોટર્સ અનુસાર, અત્યાર સુધીના દરોડામાં ઘણા હથિયારો મળી આવ્યા છે. ગયા અઠવાડિયે એનઆઈએએ જમ્મુકાશ્મીરના શોપિયાં અને રાજૌરી જિલ્લામાં દરોડા પાડા હતા. એનઆઈએના આ દરોડા પણ આતંકવાદ સંબંધિત મામલાઓ સાથે જોડાયેલા હતા. ડ્રોન ડિલિવરી કેસને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી.એનઆઈએ અનુસાર, ડ્રોન ડિલિવરી કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. છેલ્લા નવ મહિનામાં પાડોશી દેશ પાકિસ્તાનમાંથી 191 ડ્રોન આવ્યા છે. દેશની આંતરિક સુરક્ષાને લઈને  આ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે. આ પહેલા ટેરર ફંડિંગને લઈને પણ એનઆઈએ કાર્યવાહી કરતી જોવા મળી હતી.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સહિત અન્ય એજન્સીઓએ ગત 27 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા પાડા હતા. તપાસ એજન્સીઓએ અલગઅલગ જગ્યાએથી કુલ 13 સભ્યોની ધરપકડ કરી હતી. જેમાં આસામમાંથી 7 અને કર્ણાટકમાંથી 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં એનઆઈએએ  પીએફઆઈ સભ્ય શફીક પૃથની કેરળમાંથી ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના રેલી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના નિશાના પર હતી.એનઆઈએની પૂછપરછના પ્રથમ રાઉન્ડ બાદ જે લીડ મળી આવી હતી. એજન્સીએ તેના આધારે 8 રાયોની પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે મળીને દરોડા પાડા હતા. મળતી માહિતી મુજબ, 8 રાયોમાં પીએફઆઈના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા હતા. આ સાથે પીએફઆઈના ઘણા સભ્યોની અટકાયત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.