- મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષાબા અને બીનાબેન ગોહેલ સહિતના રહ્યા ઉપસ્થિત
રાજકોટ શહેરના વોર્ડ નંબર – 1ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા હોલી પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી, હોલી પર્વ વસંત ઋતુમાં એટલે કે ફાગણ માસની પૂનમે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે, હોળી પર્વ માં પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદ તેમજ રાક્ષસ કુલનો રાજા હિરણ્યકશીપુ ની કથા વણાયેલી છે, વસંત ઋતુમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થાય છે, આ સમયે બેક્ટેરિયાનો ઉપયોગ ખૂબ જ હોય છે, હોળી દહનથી બેક્ટેરિયા નાશ પામે છે તેમજ શરીરમાં રહેલા બેક્ટેરિયા પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે, વિદ્યાર્થી ભાઈ બહેનોએ એકબીજાને રંગથી રંગેલા હતા તેમજ હોલી પણ પ્રગટાવી ઉજવણી કરેલ હતી. શિક્ષક ગણ વિદ્યાર્થીઓને હોલિકા પર્વ વિશે ઉપરોક્ત માહિતી જણાવેલ હતી, તેમજ નિધિ સ્કૂલ પરિવાર તરફથી વિદ્યાર્થી ગણ તેમજ શિક્ષક ગણને હોળીની શુભકામનાઓ પાઠવેલ હતી,
આ હોલી પર્વની ઉજવણીમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી હર્ષાબા ચુડાસમા પ્રિન્સિપાલ બીના ગોહેલ, નકુમ જાનકી, હર્ષદ રાઠોડ તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીગણ જોડાયેલ હતો..