Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૨૪.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૯૦૫૮.૮૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૯૨૨૩.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૯૧૬૫.૩૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૧૯૫ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૨૪.૭૦ સામે ૧૧૬૬૯.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૬૪૫.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૬૫૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં સુધારાને બ્રેક લાગી છે. આગામી સમયમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર મુદ્દે કેવું વલણ અપનાવે છે તેમજ હેજફંડ્સ, સેન્ટ્રલ બેન્ક તથા ગોલ્ડ એસપીડીઆર ઇટીએફની ખરીદી કેવી રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે. જ્યાં સુધી સોનું સાપ્તાહિક ધોરણે આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૪૭૭ ડોલરની સપાટી અંદર બંધ ન આપે ત્યાં સુધી ઘટાડાના સંકેતો નથી. જ્યારે ઉપરમાં ૧૫૨૦ ડોલરની સપાટી ઉપર બંધ આપે પછી જ ઝડપી તેજી જોવા મળી શકે છે. જ્યારે ચાંદી પણ ૧૭.૩૦-૧૭.૮૦ ડોલરની રેન્જમાં રમી રહી છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ ની સપાટી કુદાવી ૩૮૦૨૬ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૩૦૦ અને ૩૮૩૭૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૭૮૭૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૭૦૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૫૩૬૦ ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૫૫૦૦-૪૫૬૫૦ અને નીચામાં ૪૫૨૫૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડની ઇનવેન્ટરી અમેરિકામાં કેવી રહે છે તેના પર મૂવમેન્ટ જોવા મળશે. આજે રજૂ થનારા અહેવાલ પર બજારની નજર છે. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર જળવાઇ રહ્યું છે જેની અસરે પણ ડિમાન્ડ ઠંડી છે. વૈશ્વિક સ્તરે માગ કરતા પુરવઠો વધારે હોવાથી ક્રૂડ ૫૯ ડોલરની સપાટી ઉપર ટકતું નથી. જ્યારે નીચામાં ૫૭ ડોલર તૂટતું ન હોવાથી મોટી મંદી અટકી છે. એમસીએક્સ ઓક્ટોબર ૩૮૩૮ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ નીચામાં ૩૮૦૦ અને ત્યાર બાદ ૩૭૭૦ સુધી પહોંચી શકે છે. ઉપરમાં હવે ૩૮૭૦ ન કુદાવે ત્યાં સુધી સુધારાના સંકેતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ચોથા દિવસની ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત તેજી સાથે થઈ હતી. ઈન્ફોસીસમાં વિસલબ્લોઅર દ્વારા કંપનીના સીઈઓ અને સીએફઓ વિરૂધ્ધ કંપનીનો નફો વધારવા અસૈધ્ધાંતિક રીત અપનાવાતી હોવાના આક્ષેપો કરતી ફરિયાદ જાહેર થતાં ઈન્ફોસીસ પાછળ ઈન્ડેક્સ બેઝડ ધોવાણ થયા બાદ ઈન્ફોસીસમાં આરંભિક નરમાઈ બાદ સેબીએ આ મામલામાં આ ફરિયાદ જાહેર થયા પૂર્વે કોણે ઈન્ફોસીસના કાઉન્ટરમાં જંગી પોઝિશન ઊભી કર્યાનું અને પુટમાં એક્યુમ્યુલેશન કર્યું હતું એની તપાસ શરૂ કરી હોવાના અહેવાલે શોર્ટ કવરિંગ થતાં અને એચસીએલ ટેકનોલોજીના ત્રિમાસિક રિઝલ્ટ પૂર્વે ફંડોએ તેજી કરતાં રિકવરી સાથે ઓટોમોબાઈલ શેરોની આગેવાનીએ ફરી તેજી જોવાઈ હતી. કોર્પોરેટ ટેક્ષમાં સરકારે ઘટાડો કર્યાની પોઝિટીવ અસર આ વખતે જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિકના પરિણામોમાં જોવાઈ રહી હોઈ બજાજ ઓટોના સારા પરિણામ સાથે મારૂતી સુઝુકીના પરિણામ ઓટોમોબાઈલ શેરોની આગેવાનીએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ અફડા તફડીના અંતે ફરી તેજી જોવાઈ હતી. આઈટી શેરોમાં આરંભમાં ઈન્ફોસીસમાં નરમાઈ બાદ રિકવરી થતાં તેજી સાથે ફંડોએ શેરોમાં પણ આરંભિક રિકવરી-મજબૂતીમાં ઓઇલ-ગેસ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ફાર્મા, ઓટોમોબાઈલ, ક્ધઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી લેવાલી કરીને મજબૂતી  બતાવ્યા આરંભિક સુધારો જોવાં મળિયો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડો, ઈન્વેસ્ટરોની પસંદગીનું આકર્ષણ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી.

કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૪૫ અને વધનારની સંખ્યા ૯૫૬ રહી હતી. ૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૮૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, બજાર દિવાળીના મૂડને આત્મસાત્ કરી રહ્યું છે. આ વખતે ઓક્ટોબર અલગ પ્રકારનો છે. સામાન્ય રીતે તેને મંદીનો મહિનો ગણવામાં આવે છે પરંતુ આ વખતે ઓક્ટોબર તેજીનો મહિનો પુરવાર થઇ શકે  છે. બેન્ચમાર્ક્સ તેમના છેલ્લા ત્રણ મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યા છે. બધું બરાબર રહેશે તો તે આગામી દિવસોમાં ૨-૩% નો સુધારો ઉમેરી શકે છે. બજારમાં લિક્વિડિટીની સમસ્યા હળવી થવા પાછળ એનબીએફસી શેર્સમાં પણ સુધારો જોવા મળી શકે છે. વૈશ્વિક બજારોમાં મૂડ પોઝિટિવ છે અને ક્રૂડના ભાવ નીચે ટ્રેડ થઈ રહ્યા છે. જે ભારતીય બજારને નવા ઝોનમાં લઈ જવા માટેનાં મુખ્ય પરિબળ બની શકે છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૬૪૮ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૧૫૭૫ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૬૭૩ પોઈન્ટ થી ૧૧૬૮૮ પોઈન્ટ, ૧૧૭૦૭ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ટેક મહિન્દ્રા ( ૭૩૭ ) :- રૂ.૭૧૭ નો પ્રથમ તેમજ રૂ.૭૦૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૭૫૩ થી રૂ.૭૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

મહિન્દ્રા  મહિન્દ્રા ( ૫૮૯ ) :- ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૯૭ થી રૂ.૬૦૬ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ઓરબિન્દો ફાર્મા ( ૪૭૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૮૮ થી રૂ.૪૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.