Abtak Media Google News

Ipoint Logo For Header 1 4

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

ગત સપ્તાહે વૈશ્વિક બજારોની રાહે કોરોનાની રસીના આવી રહેલા પોઝિટિવ ન્યૂઝને પગલે અને કોરોના સંક્રમણની ચિંતા છતાં દેશમાં આર્થિક પ્રવૃતિઓ વધતી સાથે અર્થતંત્રને ફરી ઝડપી રિકવરીના પંથે લાવવાના થઈ રહેલા સરકારના પ્રયાસોના પગલે અને કોરોના વેક્સિનની અસરકારકતાના વિવિધ કંપનીઓના દાવા અને આ દિશામાં સારી પ્રગતિ વચ્ચે હવે વેક્સિનના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પર દેશોના ફોકસે આ વાઈરસને ફેલાતો અટકાવવા ટૂંકાગાળામાં જ સારી પ્રગતિના અંદાજો અને એના થકી વૈશ્વિક અર્થતંત્ર ફરી ધમધમતું થવાની અપેક્ષાએ ફોરેન ફંડોએ ભારતીય શેરબજારમાં તેજી કરતાં બીએસઇ સેન્સેક્સે ૪૫૧૪૮ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૩૩૨૬ પોઈન્ટની વધુ એક વિક્રમજનક સપાટી નોંધાવી હતી. સ્થાનિક ક્ષેત્રે સપ્ટેમ્બર ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ અપેક્ષા કરતાં સારા -૭.૫% નોંધાતા અને જીએસટી કલેક્શનના આંકડા પણ ચાલુ વર્ષમાં બીજી વાર રૂ.૧ લાખ કરોડને પાર કરી જતા ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ પોલિસીમાં કોઈ પણ ફેરફારો ના થયા હોઈ બજારની તેજી અકબંધ રાખવામાં બુલ રન સફળ થયો હતો.

કોરોના વાઈરસના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારા સામે કોરોનાની વેક્સિનની સફળતાના દાવા વચ્ચે વૈશ્વિક બજારોમાં બે તરફી અફડા – તફડીની પરિસ્થિતિ સામે ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈના સતત થઈ રહેલા રોકાણ પ્રવાહથી સેન્સેક્સ – નિફટી ફ્યુચર સતત નવી ઐતિહાસિક ઊંચાઈને નોંધાવી હતી. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા નવેમ્બર માસમાં સતત બીજા મહિને ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં અંદાજીત રૂ.૭૦૦૦૦ કરોડ જેટલું જંગી રોકાણ થતાં અને ચાલુ મહિને પણ સતત ખરીદી ચાલુ રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું હતું.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વૈશ્વિક બેંકર બાર્ક્લેઝે જણાવ્યું હતું કે ઓક્ટોબર – ડિસેમ્બર માસ દરમિયાન ભારતીય જીડીપી વૃધ્ધિ દર ૦.૪% સાથે પોઝિટિવ જોવા મળશે. જો કે હજુ પણ એક વર્ગ માને છે કે ચાલુ નાણાવર્ષ દરમિયાન માર્ચ માસ સિવાય પોઝિટિવ જીડીપી જોવા મળે તેવી શક્યતા નથી. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસે બીજા ક્વાર્ટરમાં જીડીપી ૭.૫%ના દરે ઘટયો હોવાનું જણાવ્યું હતું. જે વિવિધ એજન્સીઓએ ૧૦% આજુબાજુ જીડીપી ઘટાડાની કરેલી આગાહીથી ઘણો સારો રહ્યો જોવા મળ્યો હતો. મેન્યૂફ્ક્ચરિંગ ક્ષેત્રે માર્કેટની અપેક્ષા મુજબ તે ૨%થી વધુનો ઘટાડો દર્શાવે તેવી શક્યતા હતી. તેને બદલે ૦.૬%ની પોઝિટિવ વૃધ્ધિએ સહુને આશ્ચર્ય આપ્યું હતું. સર્વિસ ઉદ્યોગને બાદ કરતાં મોટાભાગના ક્ષેત્રોએ પોઝિટિવ ગ્રોથ રેટ દર્શાવ્યો હતો, જેને જોતાં ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડો ખૂબ મામૂલી રહેશે. જ્યારે જાન્યુઆરી – માર્ચ માસ દરમિયાન તે પોઝિટિવ વૃદ્ધિ દર દર્શાવશે તેમજ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ માટે જીડીપી ઘટાડો ૯ – ૧૧% રહેવાની વિવિધ સંસ્થાઓની આગાહીથી વિપરીત ૬% રહેશે. જુલાઈ – સપ્ટેમ્બરના ક્વાર્ટર દરમિયાન જીડીપીના અપેક્ષાથી સારા દેખાવ બાદ વધુ આશાવાદ સાથે ચોથા ક્વાર્ટરના સ્થાને ત્રીજા ક્વાર્ટરથી જીડીપીમાં પોઝિટિવ વૃધ્ધિ જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.

એપ્રિલ – જૂનના ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર -૨૩.૯ % સાથે ઐતિહાસિક ઘટાડો દર્શાવતો હતો. જો કે સંપૂર્ણ અનલોકિંગ બાદ એકઠી થયેલી માંગ પાછળ અર્થતંત્રમાં અપેક્ષા કરતાં ઝડપી રિકવરી જોવા મળી હતી, ઉપરાંત તહેવારોની સિઝને પણ માંગને સપોર્ટ કર્યો હતો. જો કે તહેવારો બાદ હવે માંગ કેવી જળવાય છે તેના પર સહુનું ધ્યાન છે. બીજા ક્વાર્ટરના સારા દેખાવ તથા વર્ષ ૨૦૨૦ – ૨૧ના નીચા બેઝ પાછળ નાણાવર્ષ ૨૦૨૧ – ૨૨માં જીડીપી ‘V’ શેપ રિકવરી દર્શાવવા સાથે ૧૦%નો વૃધ્ધિદર હાંસલ કરવો શક્ય હોવાનું માની રહ્યાં છે. મારાં મતે ખરાબ સમય પૂરો થયો છે અને આગામી સમયગાળો ઊંચા વૃધ્ધિ દરનો બની રહેશે.

કેર રેટિંગ્સના રીપોર્ટ મુજબ આર્થિક પ્રવૃત્તિમાં વેગ સાથે નાણાકીય વર્ષનાં બાકીના બે ક્વાર્ટર્સમાં જીડીપી વૃધ્ધિદર સુધારા તરફી જળવાય તેવી અપેક્ષા છે. જો કે, દેશમાં હજુ પણ સંક્રમણ જળવાયું છે અને તેથી આર્થિક કામગીરી પર દબાણ ચાલુ રહેશે. સરકારે લીધેલા મોરેટોરિયમ તથા ચક્રવૃધ્ધિ વ્યાજ ચૂકવવામાંથી મુક્તિ, જેવા પગલાએ એમએસએમઈને સહાયતા કરી છે.

બજારની ભાવી દિશા….

ચાલુ વર્ષે ઈક્વિટી માર્ક્ટેસ માટે ક્રિસમસ વહેલી આવી ગઈ છે. ભારત સહિત વૈશ્વિક સૂચકાંકો તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી રહ્યાં છે અને માર્કેટ ખૂબ તીવ્ર ગતિએ વૃધ્ધિ દર્શાવી રહ્યું છે. માર્ચ મહિનાના તળિયાથી ૭૦%થી વધુ સુધારો દર્શાવી રહ્યું છે. નવેમ્બર મહિના દરમિયાન વિદેશી સંસ્થાકિય રોકાણકારોની ખરીદી પણ વિક્રમી રહી હતી. તેમણે અંદાજીત રૂ.૭૦ હજાર કરોડનું રોકાણ ઠાલવ્યું હતું. માસિક ધોરણે આટલો મોટો ઈનફ્લો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. માર્કેટમાં અપેક્ષાથી મજબૂત બાઉન્સ પાછળનું કારણ વૈશ્વિક અર્થતંત્રમાં અગાઉ જોવાતી રિકવરી કરતાં વધુ ઝડપે જોવા મળતો સુધારો છે.

હાલમાં સ્થાનિક અર્થતંત્ર પર આધારિત શેર્સમાં તેજી જોવા મળી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટીલ, એલ્યુમિનિયમ, મેટલ્સ, સાઈક્લિકલ્સ અને સિમેન્ટ સેક્ટર્સ સારા વેલ્યૂએશન્સ ધરાવે છે અને તેમના નફામાં પણ મોટી વૃધ્ધિ જોવા મળી રહી છે. બજારમાં તેજીની શરૂઆત આઈટી, ફાર્મા અને રિલાયન્સથી થઈ હતી અને ધીરે – ધીરે અન્યત્ર પ્રસરી હતી. મારા મતે ફાર્મા અને કેમિકલ શેર્સ આગામી મહિનામાં કોન્સોલિડેટ થઈ શકે છે. જો કે લાંબાગાળે બંને ક્ષેત્રો મજબૂત સ્ટ્રક્ચરલ સ્ટોરી ધરાવે છે અને તેઓ સારો દેખાવ કરશે. જો કે હાલમાં રોટેશનલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને જે બિઝનેશિશને અનલોકિંગને કારણે લાભ થઈ રહ્યો છે, તેમના પર બજારનું ધ્યાન વળ્યું છે.

દેશની ઉત્પાદન પ્રવૃત્તિઓની વૃધ્ધિની ગતિ ફરી ધીમી પડી છે. ફેક્ટરીના ઓર્ડર, નિકાસ અને ખરીદીમાં ઘટાડો થવાને કારણે દેશની ઉત્પાદન પ્રવૃત્તિ નવેમ્બર માસમાં ત્રણ મહિનાની નીચી સપાટી પર આવી ગઈ છે. આઈએચએસ માર્કેટ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્રોક્યુરમેન્ટ મેનેજર્સ ઇન્ડેક્સ નવેમ્બર માસમાં ઘટીને ૫૬.૩ રહ્યો હતો. જે ઓક્ટોબરમાં ૫૮.૯ હતો. આ ત્રણ મહિનાની નીચી સપાટી પર છે. છેલ્લા કેટલાક સપ્તાહોથી સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ જોવાઈ રહેલા વ્યાપક તેજીના તોફાનને પણ ધ્યાને લેતા તકેદારી રાખવી જરૂરી બની રહી.

આગામી દિવસોમાં બજાર ઘટાડો દર્શાવી શકે છે, પરંતુ એ સિવાય બજારનું માળખું તેજીનું બનેલું છે. વેક્સિનની સફળતા અને એફઆઇઆઇની સતત લેવાલીને કારણે બજાર વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

Nifty Fo Scaled

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૩૩૨૨ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૪૦૪ પોઇન્ટના પ્રથમ અને ૧૩૪૭૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૩૨૮૮ પોઇન્ટથી ૧૩૨૩૨ પોઇન્ટ, ૧૩૨૦૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૩૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

Bank Nifty Fo Scaled

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૦૨૬૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૨૯૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૦૩૭૩ પોઇન્ટથી ૩૦૫૦૫ પોઇન્ટ, ૩૦૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) શોભા લિમિટેડ ( ૩૨૩ ) :- રિયલ્ટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) KNR કન્સ્ટ્રક્શન્સ ( ૩૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) સોમાણી સેરામિક્સ ( ૨૯૯ ) :- રૂ.૨૮૬ નો પ્રથમ તેમજ રૂ.૨૮૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) રાઈટ્સ લિમિટેડ ( ૨૬૧ ) :- કન્સ્ટ્રક્શન & એન્જિનિયરિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૩ થી રૂ.૨૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૭ ) :- રૂ.૨૩૬ નો પ્રથમ તેમજ રૂ.૨૨૭ ના સ્ટોગ સપોર્ટથી એલ્યુમિનિયમ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૬૦ થી રૂ.૨૭૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) VRL લોજિસ્ટિક્સ ( ૧૮૫ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૬ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૩ થી રૂ.૨૦૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) સ્ટરલાઈટ ટેક્નોલોજીસ ( ૧૬૧ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૪૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) જ્યોતિ લેબોરેટરીઝ ( ૧૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૬ આસપાસ રોકાણકારે રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) HDFC લિમિટેડ ( ૨૨૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૨૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૨૮૮ થી રૂ.૨૩૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) કોટક બેન્ક ( ૧૮૫૬ ) :- આ સ્ટોક રૂ.૧૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦૮ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૮૮૩ થી રૂ.૧૮૯૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૧૫૪ ) :- ૫૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૧૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કન્સ્ટ્રક્શન & એન્જિનિયરિંગ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) HDFC બેન્ક ( ૧૩૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૧૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૨૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૧૮૯ ) :- રૂ.૧૨૧૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૨ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ટાટા સ્ટીલ ( ૬૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૪૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૬૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૧૩ થી રૂ.૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) સ્ટાર સિમેન્ટ ( ૯૪ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૨ થી રૂ.૧૧૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ડી બી કોર્પ લિ. ( ૮૭ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પબ્લિશિંગ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૨ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૯ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ઓમેક્સ લિમિટેડ ( ૭૪ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૨ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! રિયલ્ટી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૧ થી રૂ.૮૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) જમના ઓટો ઈન્ડ. ( ૫૫ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૧ થી રૂ.૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.