Abtak Media Google News

રાત્રીના 11 થી સવારના છ વાગ્યા સુધી કરફયુ અમલમાં રહેશે

રાજયભરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છતાં સલામતીના ભાગરૂપે સરકાર દ્વારા રાજકોટ સહિત આઠ મહાનગરોમાં રાત્રી કરફયુ આગામી ર8મી ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છેે. આઠ મહાપાલિકા વિસ્તારમાં રાત્રીના 11 થી સવારના 6 વાગ્યા સુધી કરફયુ અમલમાં રહેશે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો ત્યારે રાજય સરકાર દ્વારા સંક્રમણને કાબુમાં લેવા માટે લોકડાઉન લાદવાના બદલે કેટલાક શહેરોમાં રાત્રી કરફયુ

લાદવામાં આવ્યો હતો. સંક્રમણ ઘટતા કમશ: શહેરોમાં રાત્રી કરફયુ ઉઠાવી લેવામાં આવ્યું હતું અથવા નિયંત્રણો હડવયા કરાયા હતા. આવતીકાલે મંગળવારના રોજ આઠ મહાનગરોમાં રાત્રી કરફયુની મુદત પુર્ણ થઇ રહી છે. જયારે ગઇકાલે સાંજે રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આગામી ર8મી ઓગસ્ટ સુધી રાત્રી કરફયુની મુદત લંબાવવામાં આવી છે જો કે ર8મી બાદ સાતમ આઠમના તહેવારોનો આરંભ થતો હોય નાગરિકો વધુ માત્રામાં હરવા ફરવા નીકળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે આવામાં ર8મી બાદ પણ એકાદ સપ્તાહ રાત્રી કરફયુની મુદતમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના હાલ વર્તાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.