Abtak Media Google News

કોરોનાના કેસ વધતા હવે રાજય સરકાર કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી: કેસ વધશે તો નવા વર્ષથી આકરા નિયંત્રણો પણ આવી શકે

જામનગરમાં 10, રાજકોટમાં 9 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 26 કેસ

રાજયમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડના કેસો પણ વધી રહ્યા છે. આવામા રાજય સરકાર હવે કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવાના મૂડમાં નથી રાજકોટ સહિત આઠ મહાપાલિકામાં ચાર કલાકનો રાત્રી કરફયું આગામી 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે.

ગત વર્ષ કોરોનાનું સંક્રમણ અટકાવવામાટે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન બાદ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં છેલ્લા પોણા બે વર્ષથી રાત્રી કરફયું અમલમા છે.કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતા કલાકોમાં ફેરફાર કરવામાં આવે છે. હાલ રાજકોટ, અમદાવાદ, વડોદરા સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાપાલિકામાં રાત્રીનાં 1 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રી કરફયું અમલમાં છે.

ગઈકાલે રાત્રી કરફયુંની મૂદત પૂર્ણ થતા રાજય સરકાર દ્વારા પૂન: સમીક્ષા કર્યાબાદ રાજયની આઠેય મહાપાલિકામાં રાત્રી કરફયું આગામી 31મી ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજયમા કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.બીજી તરફ અનેક જિલ્લાઓમાં ઓમિક્રોનની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે રાજય સરકાર આગામી 1લી જાન્યુઆરી બાદ પણ મહાપાલિકા વિસ્તારોને રાત્રી કરફયુંમાંથી છૂટછાટ આપે તેવી સંભાવના ખૂબજ નહીવત જણાય રહી છે. જો કેસમાં વધારો થશે તો બની શકે કે આગામી દિવસોમાં રાત્રી કરફયુંમાં કલાકો વધારવા સહિતના કેટલાક નિયંત્રણો પણ આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.