Abtak Media Google News

પવિત્ર તીર્થ સ્થાનોથી લેવાયેલા જળનો 19મીએ કરાશે ભગવાન જગન્નાથ પર અભિષેક

અષાઢી બીજને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં આવેલ જગન્નાથ મંદિર દ્વારા ભવ્ય કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.પવિત્રતાનોના દિવ્ય જળોને એકત્ર કરી આ કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા.

અષાઢી બીજની ભવ્ય યાત્રા આગામી તારીખ 20ના રોજ નીકળવા જઈ રહી છે ત્યારે તારીખ19 ના રોજ ભગવાન જગન્નાથનો પવિત્ર તીર્થ સ્થળોથી લાવેલા જળ દ્વારા અભિષેક કરવામાં આવવાનો છે.આ તકે ગઈકાલે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 200થી પણ વધુ ભાવિકો જોડાયા હતા.વિવિધ જગ્યાના પવિત્ર પાણીને કળશમાં એકત્રિત કરવામાં આવ્યું હતું અને જગન્નાથજીને તેના દ્વારા સ્નાન કરાવવામાં આવશે ત્યારબાદ આગામી 20 તારીખે જગન્નાથજીની ભવ્ય યાત્રા નીકળવા જઈ રહી છે.

Screenshot 2 9

108 કળશને જળથી ભરવામાં આવશે: મનમોહનદાસબાપુ

અબતક સાથેની વાતચીતમાં જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી મનમોહનદાસબાપુ જણાવે છે કે,જગન્નાથજીના અભિષેક માટે ઘણા તીર્થ સ્થાનોથી જળ આવ્યું છે.તેના માટે આજે અમે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તથા 108 કળશને જળથી ભરવામાં આવશે.આ જળનો વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા ભગવાન પર અભિષેક કરવામાં આવશે.તારીખ 18ના રોજ ભગવાન જગન્નાથની મામેરા વિધિ કરવામાં આવશે.તારીખ 19ના રોજ તેમનો આ દિવ્યજળોથી અભિષેક કરવામાં આવશે અને તારીખ 20ના રોજ જગન્નાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.