સાયલા તાલુકામાં નહિવત વરસાદને કારણે નિંભણી ડેમ ખાલી

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ કપાસના વાવેતર થતા હોય છે પણ આ વર્ષે નહિવત વરસાદ પડવાથી સાયલા તાલુકાનો નિભણી ડેમ ખાલી રહેતા ધજાળા, ખીટલા, ગુંદીયાવડા, ઉમાપર, વાટાવચ્ચ, સુદામડા, ઓવનગઢ જેવા ગામોમાં પાણી ની ભારે મુશ્કેલી અત્યારથી વર્તાવવા પામી છે.એકબાજુ નહિવત વરસાદને કારણે ખેડૂતોને પાક નિષફળ ગયા છે.ચોમાસા દરમિયાન ડેમો ખાલી રહેતા ખેડૂતો અને પશુપાલકોને પાણી વાળા વિસ્તારોમાં હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ અત્યારથી સર્જાય છે. ખેડૂતોની એકજ માંગ છે સૌની યોજના મારફત ડેમોમાં પાણી આપવામાં આવે તો પશુપાલકો અને ખેડૂતોને લાભ થાય તેમ છે.હાલ પાક નિષફળ ગયા છે. ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી મોટી સર્જાઈ તેવું વર્તાઈ રહ્યું છે.