Abtak Media Google News

જામનગરમાં ઉના, તાલાલા, પ્રભાસ પાટણ, ચુડા અને સુરેન્દ્રનગરમાં જુગાર ધામ પર પોલીસ ત્રાટકી

સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ નજીક આવતા પત્તાપ્રેમીઓની મહેફીલ જામી છે ત્યારે પોલીસે સૌરાષ્ટ્ર પંથકમાં જુદા જુદા નવ ગામમાં જુગાર ધામ પર દરોડો પાડી ચાર મહિલા સહિત પ૩ પત્તાપ્રેમીઓને ઝડપી પાડયા છે. જામનગર, ઉના, તાલાલા,ચુડા, સુરેન્દ્રનગર સહિતના નવ સ્થળોએ પોલીસે પત્તાપ્રેમીઓ પર ધોંસ બોલાવી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી ચંપાબેન જાદવ ધોળકીયા સહિત ચાર મહિલાઓને રૂ . ૬૩૫૦ ની રોકડ રકમ સાથે અને ધુતારપર પ્રાથમીક શાળાની પાછળ જુગાર ધામ પર પંચકોશી એ પોલીસ સ્ટાફે દરોડો પાડી રૂ . ૧પ હજારની રોકડ રકમ સહિત કુલ રૂ . ૩૧,૨૭૦ ના મુદામાલ સાથે ગાગજી મેધા રાઠોડ સહિત આઠ શખ્સોને ઝડપી પાડયા છે. જાણે બે શખસો ફરાર થઇ જતા તેમની શોધખોળ હાથ ધરી છે.

ગીરસોમનાથમાં પણ પોલીસે જુગાર ધામ પર ધોંસ બોલાવી હતી. જેમા ઉના તાલુકામાં વરસીંગપુર ગામે પોલીસે દરોડો પાડી મુસ્તાક હસન જોળીયા સહિત સાત શખ્સોને રૂ . ૧૧,૪૬૦ ની રોકડ રકમ સાથે ઝડપી પાડયા છે. તાલાલા તાલુકામાં પોલીસે સેમરવાન ગામ પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા રસીદ યુસુફ ચોરવાળા સહિત પાંચ પત્તાપ્રેમીને રૂ. ૧૧,૪૬૦ રકમ સાથે ઝડપી પાડયા છે.

અન્ય દરોડામાં પ્રભાસ પાટણમાં પણ દેદા ગામે પોલીસે દરોડો પાડી રૂ . ૪૦૫૦ ની રોકડ રકમ સાથે પ્રવિણ હિરા વાંજા સહીત ૬ જુગારીઓને ઝડપી પાડયા હતા. પાળીયાદ પોલીસે જુના રાજપરા ગામે જુગાર ધામ પર દરોડો પાડી રૂ  ૧૩,૩૭૦ ની રોકડ રકમ સાથે સંજય લાલજી જમોડ સહિત ચાર શકુનીને પોલીસે ઝડપી પાડયા છે. ભાણવડમાં પણ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ.૧૧,૭૦૦ ના મુદામાલ સાથે લખમણ નારણ ગોજીયા સહિત પાંચ પત્તાપ્રેમીને ઝડપી પાડયા છે.

જયારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ચૂડા પોલીસે ચચારડા ગામે દોલતવાસમાં જુગારધામ પર દરોડો પાડી ભરત ગોહિલ સહિત સાત શખ્સોને રૂ . ૧પ,૫૬૦ ની રોકડ રકમ સાથે કુલ રૂ . ૭૪,૫૪૦ ની રોકડ રકમ સાથે ઝડપી પાડયા છે. જયારે એ ડીવીઝન પોલીસે શ્રવણ સિનેમા પાસે દરોડો પાડી આદમ જુસબ કટીયા સહિત ચાર શકુનીઓને રૂ . ૨૫ હજારના મુદામાલ સાથે ઝડપી પાડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.